અમદાવાદ મંડળની લાંબા અંતરની 21 ટ્રેનોમાં જનરલ કોચ માટે જૂન મહિનાથી અનારક્ષિત ટિકિટ પણ આપવામાં આવશે.

યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળની લાંબા અંતરની 21 ટ્રેનોમાં જનરલ કોચ માટે જૂન મહિનાથી અનારક્ષિત ટિકિટ આપવાનો નિર્દેશ આપ્યો છે મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર,આ ટ્રેનોમાં આરક્ષિત ટિકિટની સાથે અનારક્ષિત ટિકિટની સુવિધા પણ આપવામાં આવશે. અનારક્ષિત ટિકિટ આપવામાં આવનારી ટ્રેનો અને કોચની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે: –

 

1. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટમાં D14 અને DL1 કોચ માટે 01.06.2022 થી

 

2. ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટમાં D14 અને DL1 કોચ માટે 01.06.2022 થી

 

3. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ- સુપરફાસ્ટમાં D9, D10, D11, D12 અને D13 કોચ માટે 01.06.2022 થી

 

4. ટ્રેન નંબર 22954 અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટમાં D9, D10, D11, D12 & D13 કોચ માટે 01.06.2022 થી

 

5. ટ્રેન નંબર 22927 બાંદ્રા-અમદાવાદ સુપરફાસ્ટમાં D4 & DL1 કોચ માટે 04.06.2022 થી

 

6. ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા સુપરફાસ્ટમાં D4 & DL1 કોચ માટે 04.06.2022 થી

 

7. ટ્રેન નં. 22951બાંદ્રા-ગાંધીધામ સુપરફાસ્ટમાં D3 કોચ માટે 03.06.2022 થી

 

8. ટ્રેન નં.22952 ગાંધીધામ- બાંદ્રા સુપરફાસ્ટમાં D2 કોચ માટે 02.06.2022 થી

 

9. ટ્રેન નંબર 20907 દાદર-ભુજ સુપરફાસ્ટમાં D4 કોચ માટે 01.06.2022 થી

 

10. ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સુપરફાસ્ટમાં D4 કોચ માટે 01.06.2022 થી

 

11. ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ મેલ એક્સપ્રેસમાં D9, D10, D11, D12 અને D13 કોચ માટે 01.06.2022 થી

 

12. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ મેલ એક્સપ્રેસમાં D9, D10, D11, D12 અને D13 કોચ માટે 01.06.2022 થી

 

13. ટ્રેન નં.22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટમાં D3, DL1 અને DL2 માટે 01.06.2022 થી

 

14. ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટમાં D3, DL1 અને DL2 માટે 01.06.2022 થી

 

15. ટ્રેન નંબર 19309 ગાંધીનગર ઇન્દોર મેલ એક્સપ્રેસમાં D4, DL1 અને DL2 માટે 01.06.2022 થી

16. ટ્રેન નંબર 19310 ઇન્દોર-ગાંધીનગર મેલ એક્સપ્રેસમાં D4, DL1 અને DL2 માટે 01.06.2022 થી

 

17. ટ્રેન નંબર 22484 ગાંધીધામ- જોધપુર સુપરફાસ્ટમાં D4, DL1 અને DL2 માટે 02.06.2022 થી

 

18. ટ્રેન નંબર 14820 સાબરમતી-ભગતકી કોઠી મેલ એક્સપ્રેસમાં D4 માટે 06.06.2022 થી

 

19. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથમેલ એક્સપ્રેસમાં D3 અને D4 માટે 06.06.2022 થી

 

20. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ મેલ એક્સપ્રેસમાં D3 અને D4 માટે 06.06.2022 થી

 

21. ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર મેલ એક્સપ્રેસમાં 08.07.2022 થી

 

ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.