ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં સ્ટ્રીમિંગ મંચમાંથી એક વૂટ તેની વૈવિધ્યપૂર્ણ કન્ટન્ટઓફર સાથે દેશભરના દર્શકો માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. તેની સતત વિસ્તરતી શ્રેણીમાં ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની ક્ષિતિજને વિસ્તારવાના પ્રયાસમાં સ્ટ્રીમર સમકાલીન ક્રાઈમ થ્રિલર સિરીઝ સાઈબર વાર- હર સ્ક્રીન ક્રાઈમ સીન લાવવા માટે સુસજ્જ છે. સાત એપિસોડમાં આ આગામી સિરીઝ દર્શકોને રૂવાડાં ઊભાં કરાવનારો અનુભવ આપશે, કારણ કે તેમાં મુંબઈ પર ઝળુંબતા સાઈબર ગુનાના વધતા ખતરાના મુદ્દાને સ્પર્શ કરવામાં આવ્યો છે, જે 10મી જૂન, 2022થી ખાસ વૂટ પરથી પ્રસારિત થશે. સાઈબર વાર- હર સ્ક્રીન ક્રાઈમ સીન સાથે લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા મોહિત મલિકે ઓટીટી પર પદાર્પણ કર્યું છે, જે મુખ્ય પાત્રમાં સનાયા ઈરાણી સાથે આ ક્રાઈમ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઓટીટી અવકાશમાં પ્રથમ શો વિશે બોલતાં મોહિત મલિક કહે છે, “એસીપી આકાશ મલિકની ભૂમિકા બહુ જ રોચક શીખવાની પ્રક્રિયા છે. હું અંગત રીતે મારું અકાઉન્ટ હેક થયું ત્યારે સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો હતો અને સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. મારો વિશ્વાસ કરો તેમની કામગીરી બહુ જ સહજ હોય છે. મને ઝંઝટમુક્ત અનુભવ થયો અને મારો કેસ પણ તેમણે ઉકેલી નાખ્યો હતો. સાઈબર વારની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે ઘણી બધી સમસ્યાઓથી લોકો વાકેફ નથી. સાઈબર દુનિયા બહુ વિશાળ છે. જીવનમાં બધા કાળજી લે છે તે જ રીતે ઓનલાઈન જીવનનું પણ ધ્યાન રાખવું જોઈએ. હું દેશની સલામતી માટે કામ કરતા તે બધા હીરોનો આભાર માનું છું. વૂટ સાથે હું ઓટીટી પર આવી રહ્યો છું ત્યારે મને ખાતરી છે કે આ વાર્તા દેશભરમાં ખૂણેખાંચરે પહોંચી શકશે.”
સાઈબર વાર- હર સ્ક્રીન ક્રાઈમ સીનમાં સ્ત્રી પાત્ર સનાયા ઈરાણી ઉમેરે છે, મારે માટે સિરીઝમાં સાઈબર સિક્યુરિટી નિષ્ણાતની ભૂમિકા ભજવવી તે એકંદરે સમૃદ્ધ અનુભવ બની રહ્યો છે. અનન્યા સૈની સાઈબર નિષ્ણાત છે. હું સાઈબર વારનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છું, જે સાઈબર ગુનાના વધતા ખતરા પર પ્રકાશ પાડે છે. ડિજિટલ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે ત્યારે આ પ્રકારની વેબ સિરીઝ દર્શકો માટે સુસંગત છે. ખાસ કરીને નિર્બળ લોકોએ ઈન્ટરનેટની દુનિયા વિશે સતર્ક, પૂર્વસક્રિય અને માહિતગાર રહેવાનું મહત્ત્વપૂર્ણ છે. વૂટ પર આવવાથી અમે વધુ લોકો સુધી પહોંચી શકીશું એવો વિશ્વાસ છે.”
સાઈબર વાર- હર સ્ક્રીન ક્રાઈમ સીન સાથે સાઈબરક્રાઈમનો અંત લાવવાના ધ્યેયમાં એસીપી આકાશ મલ્લિક અને અનન્યા સૈની સાથે જોડાવો, 10મી જૂન, 2022થી ફક્ત વૂટ પર સ્ટ્રીમ થશે!