જાણો શું હોય છે Polyamorous સબંધ જેમાં 2 થી વધુ લોકો સબંધ માં જોડાય છે

TikTok પર પત્નીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે પોતાના પરિવાર વિશે જણાવ્યું છે. પત્નીએ એમ પણ કહ્યું છે કે જો તેનો પતિ ગર્લફ્રેન્ડના બાળકનો પિતા બની જશે તો તેને કોઈ તકલીફ નહીં પડે.
અમેરિકાના ફ્લોરિડાના રહેવાસી જેસ અને સ્ટીફન ડીમાર્કો 13 વર્ષથી સાથે છે. બંને પોલીઆમોરસ (બે કરતા વધુ લોકો વચ્ચે સહમતિથી સંબંધ) સંબંધમાં છે. આ સંબંધમાં તેની સાથે બીજી એક છોકરી પણ છે, જે બંને (પતિ-પત્ની)ની ગર્લફ્રેન્ડ છે.

જેસે કહ્યું કે તે બીજી છોકરીને સ્ટીફન સાથે રોમાન્સ કરતી જુએ છે અને તેને કોઈ વાંધો નથી. તેણે કહ્યું છે કે હવે તે ઈચ્છે છે કે પરિવાર મોટો બને.

જેસ અને સ્ટીફન
જેસ અને સ્ટીફન ડીમાર્કો (ક્રેડિટ- ક્લીકબેઈટવી-ઈન્સ્ટાગ્રામ)
ડેઈલી સ્ટાર સાથેની વાતચીતમાં, જેસે કહ્યું- સ્ટીફન અને મને એક બાળક થઈ શકે છે, અને તે બીજી છોકરી સાથે પણ બાળક થઈ શકે છે. અમે ઈચ્છીએ છીએ કે બાળકોની અટક સેમ હોય. જેથી તેઓ શાળા અને અન્ય સ્થળોએ એકબીજાથી અલગ ન અનુભવે. તેઓ કહી શકે છે કે તે મારો ભાઈ છે, અથવા તે મારી બહેન છે.

આ કપલ 704,000 Tiktok ફોલોઅર્સને તેમના જીવન વિશે જણાવતા રહે છે. સ્ટીફને કહ્યું- ‘જેસ જાણે છે કે તે (ગર્લફ્રેન્ડની પ્રેગ્નન્સી) સંભવ છે. તે ચાહકોને પોલીમોરસના સારા અને ખરાબ પાસાઓ વિશે જણાવતી રહે છે.

તે લોકોને પહેલા માત્ર સારી વસ્તુઓ વિશે જ કહેતી અને પછી લોકો કહેતા કે આ ફેન્ટસી છે, આ ફેક વર્લ્ડ છે. પછી તેણે નક્કી કર્યું કે તે આ સંબંધના ખરાબ ભાગ વિશે પણ વાત કરશે.