વર્ષ 1977થી અમેરિકાની મનપસંદ જીન્સ બ્રાન્ડ અમેરિકન ઇગલે અમેરિકન ઇગલ આઉટફિટર્સ, ઇન્ક. (NYSE: AEO) નાં લાઇસન્સ હેઠળ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ સાથે જોડાણમાં રાજસ્થાનના જયપુરમાં એનો પ્રથમ ફ્રેન્ચાઇઝ સ્ટોર શરૂ કર્યો છે.
આ લોંચ સાથે બ્રાન્ડે સમગ્ર ભારતમાં ગ્રાહકોને ખરીદીનો વધારે સુવિધાજનક અનુભવ આપવા એની રિટેલ કામગીરી વધારવાની યોજના બનાવી છે.
જયપુરનો સ્ટોર 1700 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને બે માળમાં પથરાયેલો છે. ભારતમાં બ્રાન્ડ માટે આ પ્રથમ હાઇ સ્ટ્રીટ સ્ટોર છે.
આ આઇકોનિક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ વ્યક્તિગતતા, સ્વતંત્રતા અને સ્વઅભિવ્યક્તિનો પર્યાય છે. અમેરિકન ઇગલ ગ્રાહકોને તેમના મનપસંદ ફિટ વસ્ત્રો આપવામાં મદદરૂપ થાય છે. આ જીન્સમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઓફર કરે છે, જેમાં એક્ષ્ટેન્ડેડ સાઇઝ ઓફર સામેલ છે, જેની સાઇઝ મહિલાઓ માટે 24થી 36 ઇંચ અને પુરુષો મટે 29થી 38 ઇંચની સામેલ છે.
આ બ્રાન્ડ મનપસંદ હોવાના કેટલાંક કારણો છેઃ
પુરુષ માટેઃ નવી એરફ્લેક્સ+ સ્કિની અને 360 સ્લિમ, જે સતત ફ્લેક્સિબિલિટી અને સુવિધા ઓફર કરે છે. ઉપરાંત પ્લેઇડ શર્ટ, પોલો અને ગ્રાફિક લોગો ટી પુરુષોને વિવિધતાસભર આઉટફિટિંગના વિકલ્પો પ્રદાન કરે છે.
મહિલાઓ માટેઃ મોમ સ્ટ્રેટથી સુપર હાઇ-વેઇસ્ટેડ ફ્લેર સુધી ફેશન જીન્સ અને સુવિધાજનક સ્ટાઇલની રેન્જ છે, જે સ્મોક્ડ વૂવન ટોપ્સ, કોમ્ફી ગ્રાફિક્સ અને બેબી ટીની નવી વિવિધતા સાથે સુંદર જોડી બનાવે છે.
નવું ડેનિમ કલેક્શન ‘રિયલ ગૂડ’ બેજ પણ ધરાવે છે. આ આઇકોન અમેરિકન ઇગલનાં ઉત્પાદનોનો એનો લોગો ધરાવે છે, જે પર્યાવરણને અનુકૂળ રીતે બનાવવામાં આવ્યા છે અને વધારે સસ્ટેઇનેબ્લ ટેકનિક્સ સાથે બનાવવામાં આવ્યાં છે. એનું નિર્માણ વોટર રિસાઇકલિંગ અને ઘટાડો માટે એઇઓ ઇન્કના માપદંડો પૂર્ણ કરે એવી સુવિધામાં બને છે.
આ લોંચ અમેરિકન ઇગલ, ઇન્ડિયાના બ્રાન્ડ હેડ શ્રી આશિષ મુકુલે કહ્યું હતું કેઃ “અમેરિકન ઇગલ એક આઇકોનિક આંતરરાષ્ટ્રીય જીન્સ બ્રાન્ડ છે અને અમે દ્રઢપણે માનીએ છીએ કે, જયપુર જેવું મજબૂત બજાર પ્રચૂર સંભવિતતા ધરાવે છે. એનસીઆર, હૈદરાબાદ, પૂણે, ચંદીગઢ, ચેન્નાઈ, મુંબઈ, બેંગલોર, કોલાકાતા અને હવે જયપુરમાં સ્ટોર્સ સાથે અમે દેશના મોટા ભાગના મોટા શહેરોને આવરી લીધા છે.” તેમણે ઉમેર્યું હતું કે, “ગ્રાહક સાથે મજબૂત જોડાણ અને સફળ બિઝનેસ મોડલ સ્થાપિત કરીને અમે સમગ્ર દેશમાં બ્રાન્ડની પહોંચ વધારવા મુખ્ય ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ સાથે આગામી ત્રણ વર્ષમાં વધુ 50 સ્ટોર ખોલવાની યોજના ધરાવીએ છીએ,”
જયપુર સ્ટોરમાં નવું કલેક્શન ઉપલબ્ધ છે. આ www.aeo.in પર 24/7 પણ ઉપલબ્ધ છે.