ઇ-કોમર્સ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી-સંચાલિત સંપૂર્ણ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી ઇકોમ એક્સપ્રેસ લિમિટેડએ જાહેરાત કરી હતી કે, કંપનીએ સપ્ટેમ્બર, 2021થી શરૂ કરેલા ડિલિવરી પાર્ટનર્સને બોર્ડ પર લેવા ‘ઇકોમ સંજીવ’ નામની તેમની પ્રતિબદ્ધ એપ પર ગિગ વર્કર્સની નોંધણી 55,000થી વધી ગઈ છે.
કંપનીના ડિલિવરી પાર્ટનર પ્રોગ્રામનો ઉદ્દેશ ગ્રાહકોને ઇ-કોમર્સ શિપમેન્ટની ડિલિવરી કરીને તેમની આવક મહત્તમ કરવા ફ્લેક્સિબ્લ સમયના વિકલ્પ સાથે વ્યક્તિઓ માટે પાર્ટ-ટાઇમ કામની તકો ઊભી કરવાનો છે. ઇકોમ એક્સપ્રેસના ગિગ મોડલ દ્વારા કામ કરતાં ડિલિવરી પાર્ટનર્સ મહિને રૂ. 15,000થી રૂ. 60,000 વચ્ચે કોઈ પણ રકમની કમાણી કરી શકે છે.
લગભગ 60 ટકા નોંધણી ટિઅર 4 શહેરો અને નગરોમાંથી થઈ છે, જે એ વિસ્તારોમાં ગિગ તકો માટે મોટું આકર્ષણ હોવાનો સંકેત આપે છે. સૌથી વધુ નોંધણી ધરાવતા ટોચના 10 શહેરો/નગરોમાં સામેલ છે – દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પૂણે, લખનૌ, ગુરુગ્રામ અને પટણા.
ગુજરાતમાં 3000 થી વધારે ગિગ-વર્કર્સે ઇકોમ એક્સપ્રેસ સાથે ડિલિવરી પાર્ટનર તરીકે પાર્ટ ટાઇમ જોડાણ માટે નોંધણી કરાવી છે. તેમાંથી મોટા ભાગની નોંધણી અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ અને વાપી સહિત અન્ય શહેરોમાંથી થઈ છે.
ઇકોમ એક્સપ્રેસના ચીફ પીપલ ઓફિસર સૌરભ દીપ સિંગ્લાએ કહ્યું હતું કે, “ગયા વર્ષે અમારો ઇએસપી પ્રોગ્રામ શરૂ થયા પછી અત્યાર સુધી અમે પોતાના વધારાના સમય દરમિયાન ઇ-કોમર્સ શિપમેન્ટની ડિલિવરી કરીને તેમની આવક વધારવા અને મહત્તમ આવક કરવા આતુર વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને વ્યક્તિઓ માટે વિવિધ તકો ઊભી કરી છે. ગિગ વર્કફોર્સને સક્ષમ બનાવવા ઉપરાંત આ ફ્લેગશિપ પ્રોગ્રામથી કંપનીને ગ્રાહકોના ઘરઆંગણે સલામતી સાથે ઓનલાઇન ઓર્ડર થયેલા ઉત્પાદનો ડિલિવર કરવા સુનિશ્ચિત ઝડપ, વિશ્વસનિયતા અને અસરકારક લોજિસ્ટિક્સ સોલ્યુશન્સમાં તેમની ડિલિવરી ક્ષમતા વધારવામાં પણ મદદ મળી હતી.”
કંપનીએ ડિલિવરી પાર્ટનર્સને કોઈ પણ દુર્ઘટના સામે સલામતી પૂરી પાડવા રૂ. 2 લાખના એક્સિડેન્ટલ વીમાની જોગવાઈ તેમ જ અન્ય ઘણા ફાયદાની જાહેરાત પણ કરી છે, જેમાં તેમના કામની સાતત્યતાને આધારે એટેન્ડન્સ બોનસ સામેલ છે. જ્યારે ડિલિવરી પાર્ટનરની સંખ્યા વધારવા સમયેસમયે રેફરલ પ્રોગ્રામ ચાલે છે, ત્યારે હાલના પાર્ટનર્સને રિવોર્ડ આપવામાં આવે છે. ડિલિવરી પાર્ટનર્સ સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવા ઇકોમ એક્સપ્રેસે અનેક લાભદાયક ફાયદા પ્રદાન કરવા અગ્રણી બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે.
પુરુષ કે મહિલા, ફ્રેશર કે અનુભવી, કોઈ પણ વ્યક્તિ Ecom Sanjeev એપનો ઉપયોગ કરીને આ પાર્ટટાઇમ જોબ ઓનલાઇન કરવા અરજી કરીને વધારાની આવક મેળવી શકે છે, જે ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. તેઓ તેમની પસંદગીનો ટાઇમ સ્લોટ અને કામના દિવસો પસંદ કરવાની સુવિધા મળશે.
ઇકોમ એક્સપ્રેસ સાથે ડિલિવરી પાર્ટનર તરીકે જોડાવા ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત આધાર કાર્ડ, પોતાનું વાહન અને સ્માર્ટફોન હોવો જરૂરી છે. ઇકોમ એક્સપ્રેસ ગિગ વર્કર્સને પણ સુવિધા આપે છે, જેઓ તેમના નામે તેમની માલિકીનું વાહન અને કામ ધરાવતા નથી. નોંધણી માટે તમામ વ્યક્તિગત ડોક્યુમેન્ટ ઇકોમ સંજીવ એપ દ્વારા અપલોડ થઈ શકશે અને નજીકના ઇકોમ એક્સપ્રેસ સેન્ટર પર ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે વેરિફિકેશ (પેન કાર્ડ, બેંક એકાઉન્ટ) ઓનલાઇન થાય છે. એટલું જ નહીં એપ ડિલિવરી પાર્ટનર્સને તેમની આસપાસ પસંદગી કરવા નજીકના ડિલિવરી સેન્ટર્સની યાદી પણ જોઈ શકે છે.
શ્રેષ્ઠ અનુભવ આપવા ઇકોમ એક્સપ્રેસ અપગ્રેડ પ્રોપ્રાઇટરી એપ સાથી ધરાવે છે, જેનો ઉપયોગ ડિલિવરી કામગીરી માટે, ઝડપથી કામગીરી કરવા અને બેટરીનો વપરાશ ઘટાડવા લાઇટર જીપીએસ ડેટા માટે પાર્ટનર સાથે કામ કરે છે, જે ડિલિવરી પાર્ટનર્સને તેમની ડિલિવરીઓ કરવા એપને સરળ અને અસરકારક બનાવે છે.
રસ ધરાવતા ડિલિવરી પાર્ટનર્સ ઇકોમ સંજીવ એપનો ઉપયોગ કરીને સાઇન અપ કરી શકે છે. વધારે વિગત મેળવવા મુલાકાત લોઃ