વિશ્વ મ્યુઝિયમ ડે: બાર્ટન મ્યુઝિયમમાં દૈનિક માંડ 50 મુલાકાતીઓ આ સંગ્રહાલયમાં સચવાયેલા છે સૈકાઓ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો કલાકૃતિઓ, રજવાડી ચીજ-વસ્તુઓ અને શસ્ત્રો સચવાયેલા છે આવતી કાલ તા.18 મેને બુધવારે વિશ્વ કક્ષાએ મ્યુઝિયમ ડની ઉજવણી કરવામાં આવશે ત્યારે મોટા ભાગના ભાવનગરવાસીઓને જ ખબર નથી કે શહેરમાં મધ્ય ભાગમાં બાર્ટન મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમમાં રોજના માંડ 50 મુલાકાતીઓ આવે છે. આ મ્યુઝિસ્યમમાં ભાવનગરના પ્રજાવત્સલ ગોહિલવંશના રાજવીઓ દ્વારા મળેલી અલભ્ય કલાકૃતિઓ તેમજ રજવાડી ચીજ-વસ્તુઓ અને લડાઈના રાજશાહી વખતના શસ્ત્રો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. તો વલ્લભી અને હડુપ્પન સંસ્કૃતિના અવશેષો પણ બાર્ટન મ્યુઝિયમમાં જોવા મળે છે. આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે. કોઈપણ પ્રજા પોતાના ગૌરવવંતા ઈતિહાસથી જ આગવી રીતે છાપ ઉપસાવી હોય છે અને તેમાં સંગ્રહાલયો મુખ્ય કાર્ય કરે છે. ભાવનગરની ભાતીગળ અને સાંસ્કૃતિક વિશેષતાઓને જાણવી હોય તો આ સંગ્રહાલયની મુલાકાત હરકોઇએ લેવી જોઇએ. જ્યાં ગોહિલવાડ તથા આસપાસના વિસ્તારોનો ઇતિહાસ વ્યવસ્થિત ઢબે સચવાયેલો છે. શું શું જોશો આ મ્યુઝિયમમાં ? ભાવનગર શહેરમાં આવેલા આ બાર્ટન મ્યુઝિયમમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. હાથબ અને તેની આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ