મોટાભાગના બાળકો ખાવામાં નખરા કરતા હોય છે. મેગી, નુડલ્સ અને ફાસ્ટ ફુડ સિવાય બાળકો ખાવામાં બહુ ઓછી વાનગીઓ પસંદ કરતા હોય છે. તો આજે અમે તમને એક એવી વાનગી શિખવાડીશું જે તમારું બાળક મોં બગાડ્યા વગર ખાવા લાગશે અને એને મજા પણ આવશે. તો આ વાનગી તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સ્વાદિષ્ટ અને ક્રંચી પોટેટો ચીઝી સ્ટીકસ..
સામગ્રી
5 થી 6 બાફેલા બટાકા
સ્વાદાનુંસાર મીઠું
100 ગ્રામ મેંદો
2 ચમચી ચીલી ફ્લેક્સ
½ ચમચી ગરમ મસાલો
એક કપ બ્રેડ ક્રમ્બસ
½ ચમચી ગરમ મસાલો
હળદર
તેલ
ચીઝ
બનાવવાની રીત
પોટેટો ચીઝી સ્ટીકસ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને બાફવા મુકો.
બટાકા બફાઇ જાય પછી સરખી રીતે મેશ કરી લો.
આ મેશ કરેલા બટાકામાં ચિલી ફ્લેક્સ, ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ આ મિશ્રણને 30 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મુકી દો.
આ બધી વસ્તુ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં મેંદો નાંખીને બરાબર હલાવી લો અને પછી મિક્સ કરો.
હવે આ મિશ્રણમાંથી નાના-નાના મુઠિયા આકારના ગોળા બનાવી દો.
પછી એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં એક-એક કરીને સ્ટીકસ નાંખો.
સ્ટીકસ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
હવે આ સ્ટીકસને એક પ્લેટમાં બહાર કાઢી લો.
તો તૈયાર છે સ્વાદિષ્ટ પોટેટો ચીઝી સ્ટીકસ.
આ સ્ટીકસ તમે સોસ સાથે ખાઓ છો તો બહુ જ મજા આવે છે.