ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા મહુવા યાર્ડનુ અભિયાન રાસાયણ મુક્ત મગફળીના ઉત્પાદન માટે કિટો પાકો માટે વપરાતી જંતુનાશક રાસાયણીક દવાઓ અને રાસાયણીક ખાતરો નુકશાનકારક કૃષિ પાકોમાં નાખવામાં આવતી જંતુનાશક રાસાયણીક દવાઓ અને રાસાયણીક ખાતરોને કારણે ખેત ઉત્પાદન ઝેરી બની ગયા છે જેના પરિણામે વિદેશ નિકાસ થવામાં અવરોધ ઉભો થયો છે સાથે આરોગ્ય ઉપર મોટુ જોખમ ઉભુ થયેલ છે જેથી અનેક રોગોના આપણે ભોગ બની રહ્યા છીએ.મહુવા માર્કેટ યાર્ડ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા મહુવા માર્કટીંગ યાર્ડ દ્વારા અભિયાન શરૂ કરાયેલ છે. કૃષિમાં રાસાયણીક દવા, ખાતરોના વિકલ્પે જૈવિક દવા તથા ખાતરોનો ઉપયોગ આનો વિકલ્પ છે એટલે ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા મહુવા માર્કેટીંગ યાર્ડ દ્રારા મહા અભિયાન શરૂ કરેલ છે જે અંતર્ગત સારી કંપનીના ઉચ્ચ ગુણવત્તાવાળા જૈવિક ખાતરો અને દવાઓ સસ્તા અને સરળ રીતે ખેડુતોને ઉપલબ્ધ થાય તેવુ આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલ ખેડુતો રાસાયણ મુક્ત મગફળીનું ઉત્પાદન કરે તે માટે મગફળીના બિયારણને પટ આપવાથી માંડી પાક તૈયાર થઇ જાય ત્યાં સુધી વાપરવાની થતી જૈવિક દવા,ખાતરોની સારી કંપનીઓની સંયુક્ત કીટો તૈયાર કરવામાં આવેલ છે. માર્કેટીંગ યાર્ડ મહુવા અને પીડીલાઇટના સહયોગથી આ કીટોનું મહુવા તાલુકાના ખેડુતોને પ્રોત્સ