Samsung Galaxy F23 5G નો નવો અવતાર લોન્ચ, જાણો શું છે ખાસ અને કેટલી છે કિંમત

કંપનીએ Samsung Galaxy F23 5Gને કોપર બ્લશ કલર વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. તેમાં 6.6-ઇંચની FHD+ Infinity-U ડિસ્પ્લે છે. આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર Samsung Galaxy F23ના કોપર બ્લશ કલર વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત તેની 4GB રેમ અને 128GB સ્ટોરેજ માટે છે. તેના બીજા વેરિઅન્ટમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. તેની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોન પર 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તમે આ ડિસ્કાઉન્ટ ICICI બેંકના કાર્ડ પરથી લઈ શકો છો. Samsung Galaxy F23 5G સેમસંગની સત્તાવાર વેબસાઇટ, ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

ફોનમાં 6.4-ઇંચની FHD + વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. ફોનમાં રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 750G ચિપસેટ આપવામાં આવી છે. તે 6GB સુધીની રેમ અને 128GB સુધીની સ્ટોરેજ સાથે આવે છે.

Samsung Galaxy F23 5Gમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઇમરી કેમેરો 50-મેગાપિક્સલનો છે. તેની સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે તેના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. તે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.