વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાની વિવાદિત ઈદગાહ મસ્જિદ પરિસરને સીલ કરવા માટે હવે મથુરા અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિંદુ અરજીકર્તાઓનો દાવો છે કે, જો પરિસરને સીલ નહીં કરવામાં આવે તો ગર્ભગૃહ અને અન્ય પૂરાતાત્વિક મંદિરના અવશેષ ક્ષતિગ્રસ્ત અથવા હટાવવામાં આવી શકે છે. હવે કોર્ટ નક્કી કરશે કે આ અરજી પર સુનવણી થશે કે નહીં ?
નોંધનિય છે કે, વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા બાદ તે સ્થાનને સીલ કરવામાં આવ્યું છે, જ્યાં મસ્જિદનું વજૂખાના છે. જ્ઞાનવાપીમાં સીલિંગની કાર્યવાહી બાદ હવે મથુરાના ઈદગાહ મસ્જિદમાં પણ સીલિંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે મથુરાના સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
હિંન્દુ અરજીકર્તાઓએ કહ્યું, જ્ઞાનવાપી મસ્જિદમાં જે પ્રકારના હિન્દુ શિવલિંગ મળ્યા છે, તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કે ત્યાં પ્રતિવાદી શરૂઆતથી જ આ જ કારણે વિરોધ કરી રહ્યા હતા. આ સ્થિતિ શ્રીકૃષ્ણ જન્મભૂમિનીછે, જે અસલી ગર્ભગૃહ છે, ત્યાં પતમામ હિન્દુ ધાર્મિક અવશેષો કમળ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે હિન્દુ ધાર્મિક ચિહ્નો અને અવશેષો છે, જેમાં કેટલાક મીટાવવામાં આવ્યા છે.