મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ન્યુઝ 18 ગુજરાતી ચેનલના નવા રંગ રૂપનું લોન્ચિંગ કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ન્યુઝ 18 ગુજરાતી ચેનલને રાઈઝિંગ ગુજરાત 2022 કાર્યક્રમ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસના રોલમોડલ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થયું છે. ગુજરાત એ દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન છે અને રાઈઝિંગ ગુજરાતના પાયામાં શ્રી નરેન્દ્રભાઈ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં નરેન્દ્રભાઈએ લોકોની ચિંતા કરી ફ્રી વેકસીનેશન કરાવ્યું અને કોરોના જેવા કપરા સમયમાં પણ આત્મનિર્ભર ભારતની વાત કરવી એ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મજબૂત અને મક્કમ મનોબળ દર્શાવે છે.
મુખ્યમંત્રીશ્રી એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી સૌને રાઈઝિંગ થવાનું આહવાન પણ કર્યુ હતું.
આ કાર્યક્રમ નેટવર્ક -18ના એમડી શ્રી રાહુલ જોશી, ગ્રૂપ એડિટર શ્રી રાજેશ રૈના, ન્યુઝ 18 ગુજરાતી ના એડિટર શ્રી રાજીવ પાઠક તેમજ અમદાવાદ શહેરના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.