અત્યારે લીંબુના ભાવ આસમાને જરૂર છે પરંતુ ઉનાળામાં લીંબુ વિના ચાલે તેમ નથી.ખૂબ જ ગુણકારી એવા લીંબુંના અનેક ફાયદાઓ તો છે પરંતુ તમને બતાવી દઈએ કે લીંબુની સાથે સાથે તેના છોતરા પણ અનેક ગણા છે ગુણકારી
જેથી મોંઘા ભાવના લીંબુનું એક એક રસના ટીંપાનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે તેની છાલનો પણ ઉપયોગ કરો. લીંબુના છોતરાનો અથાણું બનાવા માટે ઉપયોગ કરો.
લીંબુની છાલનું અથાણું ખાવાના અનેક ફાયદાઓ છે. ઘણા લોકો લીંબુની છાલનો ઉપયોગ ક્લીનર માટે પણ કરતા હોય છે પરંતુ હવેથી તમે તેનો અથાણા માટે ઉપયોગ કરી શકો છો. લીંબુનું અથાણું ખાવામાં ખૂબ જ સ્વાદીષ્ટ હોય છે.
ખાસ કરીને તમને સામગ્રી અને રીત બતાવીએ છીએ, જેમાં
સામગ્રી
સરસોનું તેલ જરૂર પ્રમાણે ,
બે ચમચી પીળી રાઈ
, અજમો, કલોંજીના દાણા અડધો ટીસ્પુન હીંગ એક ચમની હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું અને કાળું મીઠું, 2 ચમચે ઝીણી દળેલી ખાંડ, એક કીલો લીંબુની છાલ આટલું તૈયાર કરીને મુકી દો.
લીંબુની છાલને તમે કોઈ પણ રીતે કે આકારમાં કાપી તેના બિજ કાઢો ત્યાર બાદ તેને બે ભાગમાં વહેંચો અને તેને કાચના બે વાસણોમાં ભરો. આ ઉપરાંત એક વાસણમાં લીંબુનો રસ અને મીઠું નાખીને તડકામાં રાખો.
તમે તેને સામાન્ય મીઠા સાથે લીંબુનું અથાણું કહી શકો છો. પરંતુ તેને તડકામાં પકવો, ત્યાર બાદ 8થી 10 દિવસ રાખો. ત્યાર બાદ આ સામગ્રીનો ઉપયોગ કરીને લીંબુનું અથાણું તૈયાર કરી શકો છો.