Nothing Phone-1 ફોનના લોન્ચિંગ પહેલા સ્પેશિફિકેશન અને ફિચર્સ આવ્યા સામે

નથિંગ ફોન 1ના લોન્ચિંગ પહેલા આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને કેમેરા સેટઅપ બહાર આવ્યા છે. આ Nothing નામના બ્રાન્ડનો પહેલો સ્માર્ટફોન છે. કંપનીએ પહેલાથી જ સ્પષ્ટ કર્યુંમ હતુ કે આ વર્ષના ઉનાળા દરમિયાન ફોન લોન્ચ કરાશે. અગાઉ કંપનીએ પહેલાથી જ નથિંગ ઓએસ લોન્ચર રજૂ કર્યું છે. એક સમયે વનપ્લસના સહ-સ્થાપક કાર્લ પેઈએ આ કંપની લોન્ચ કરી છે. કાર્લ પેઈ જે એક સમયે OnePlusના સહ-સ્થાપક હતા, તેમણે હવે નથિંગ શરૂ કર્યું છે. હકિકતમાં એક ટ્વિટર યુઝરે કેટલાક સ્પેસિફિકેશન્સ પોસ્ટ કર્યા છે અને તેમને નથિંગના આવનારા ફોનની સ્પેસિફિકેશન્સ જણાવી છે.

અનવેરિફાઈડ ટ્વિટર યુઝર્સના જણાવ્યા પ્રમાણે આ ફોનમાં 6.43 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવશે. જ્યારે રિફ્રેશ રેટ 90Hz અને AMOLED ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. તેમાં HDR 10 Plusનો સપોર્ટ મળશે. તેમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવશે.

સંભવિત કેમેરા સેટઅપ

કેમેરાની વાત કરીએ તો પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હશે, જ્યારે સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો અને ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો હશે. તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળી શકે છે. જો કે આ ફીચર્સ હજુ સુધી કંપની દ્વારા વેરિફાઈ કરવામાં આવ્યા નથી.