ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડર પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર GST લાગું પડે કે નહીં તેને લઇને અસમંજસમાં હતા. GSTના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST લઈને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો
સરકાર દ્વારા લેવાતા 33 ટકા જમીનનીના ખર્ચ અયોગ્ય-HC
અત્રે નોંધનીય છે કે, અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કઈ રીતે નક્કી કરવામાં આવી તેવા મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.
ગુજરાત હાઇકોર્ટના આ મહત્વના ચુકાદાથી ગુજરાતના લોકોને હવે જમીન પર GST ચૂકવવો નથી પડે ફક્ત બાંધકામ પર જ GST આપવાનો રહશે. આ ચુકાદા બાદ ગુજરાતમાં ઘર લેવું સસ્તું થશે અને સામાન્ય પરિવાર પોતાનું મકાન લઇ શકશે.