હાલ માં સૌંદર્ય પ્રસાધનો અને ફેશન કંપની ના નાયકાનો પ્રારંભિક જાહેર ઓફરિંગ IPO લોન્ચ કરાયો હતો. જો કે હવે IPOના છ મહિનામાં નાયકાએ ત્રણ કંપનીઓમાં રોકાણની જાહેરાત કરી છે. આ ત્રણ કંપનીઓ છે – ઓનેસ્ટો લેબ્સ, અર્થ રિધમ અને કિકા. છે આમ નાયકા નો શેર ઉંચો જય રહ્યો છે
*આ સોદાની વિગતો*
હાલ મા Nykaaના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંચિત નાયરે જણાવ્યું હતું કે વિજ્ઞાન આધારિત બ્યુટી પ્રોડક્ટ નિર્માતા અર્થ રિધમમાં 18.51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. જેમાં તેના પર 41.65 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. જો કે તેની સાથે Nykaa એ 3.6 કરોડ રૂપિયાનું રોકાણ કરીને Onesto Labsમાં 60 ટકા હિસ્સો ખરીદ્યો છે .
*કિકામાં સંપૂર્ણ હિસ્સો*
હાલ આ એક્ટિવવેર બ્રાન્ડ કિકામાં 100 ટકા હિસ્સો રૂ. 4.51 કરોડમાં લેવાયો છે. જો કે આ અદ્વૈત નાયરે, નાયકા ફેશનના સહ-સ્થાપક અને સીઈઓ, તેમના ફેશન બિઝનેસમાં કિકા બ્રાન્ડનું સ્વાગત કર્યું.
*શેરની સ્થિતિ*
હાલ માં આ શુક્રવારે Nykaaના શેરની કિંમત 0.55 ટકા વધીને 1830.25 રૂપિયા થઈ ગઈ છે. જેમાં આ કંપનીનો IPO નવેમ્બરમાં લોન્ચ કરાયો હતો. જો કે આ IPOનું મજબૂત લિસ્ટિંગ હતું. ત્યારે આ IPO માટે ભાવની શ્રેણી શેર દીઠ રૂ. 1,085-1,125 રાખવામાં આવી હતી.