આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે શર્મિષ્ઠા તળાવ ખાતે તરવૈયાઓ માટે ખુલ્લા પાણીમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું ગુજરાત સ્થાપના દિન ના દિવસે આ તરણ સ્પર્ધા નો હેતુ યુવાનોમાં સ્વિમિંગ ને પ્રોત્સાહન આપવા અને વડનગર જેવા ઐતિહાસીક સ્થળો એ ટુરીઝમ ને પણ પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.આ સ્પર્ધા નું આયોજન ગુજરાત ટુરીઝમ , મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડીયન સાયકલ કલબ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના આયોજન માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા નો પણ સહયોગ લેવામાં આવ્યો હતો.. આ સ્પર્ધામાં કુલ મળીને પાંચ લાખ નાં ઇનામો આપવામાં આવ્યા હતા.. આ તરણ સ્પર્ધા માં ૪૦૦ મીટર , ૮૦૦ મીટર અને ૨૦૦૦ મીટર એમ ત્રણ કેટેગરીમાં મહિલા અને પુરુષ વર્ગ માં, ૧૮ થી ૩૯, ૪૦ થી ૫૯ અને ૬૦ વર્ષ થી ઉપરના સ્પર્ધકો ની અલગ કેટેગરી રાખવામાં આવેલ હતી. તંત્ર તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા સ્પર્ધકોને રહેવા – જમવા – નાસ્તા ની વ્યવસ્થા અને સ્વિમિંગ કેપ નિશુલ્ક આપવામાં આવી હતી.આ સ્પર્ધામાં મુંબઇ સહિત રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાના ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે . જિલ્લાની નગરી વડનગર સમૃધ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે જે વડગનરની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે જે વારસો નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે વડનગર વિશ્વના નકશામાં અંકિત થયું છે. વડનગરનો વારસો શ્રુંખલાથી નાગરિકો ભવ્ય નગરી વડનગરથી પરીચીત થયા છે. અગ્રણી સોમાભાઇ મોદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વડનગરના પ્રવાસન સ્થળો સહિતના વિકાસ માટે અનકે વિધ પ્રયત્નો કરાઇ રહ્યા છે. વડનગરની જાળવણી આપણી ફરજ છે. વડનગર વૈશ્વિક કક્ષાએ ઉજાગર થાય તે માટે સહિયારા પ્રયાસની જરૂર છે. વડનગરમાં અનેક વિકાસના કામો થઇ રહ્યા છે જેના થકી વડનગરના વિકાસને પ્રેરકબળ મળ્યું છે રાજકોટની તરણ સ્પર્ધક મૈત્રીએ જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી તેમજ દેશના પ્રધાનમંત્રીશ્રીના જન્મ સ્થળ વડનગરના શર્મિષ્ઠા તળવામાં તરવાની તક મળી છે જેનો મને વિશેષ આનંદ છે.વિવિધ તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે પરંતુ આ તરણ સ્પર્ધા મારા જીવનની યાદગાર સ્પર્ધા બની છે. અમદાવાદ સ્થાયી થયેલ અને વડનગરના સુનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શર્મિષ્ઠા તળાવ ખાતે બચપણમાં તરણ શીખ્યા હતા.રોજગારી અર્થે અન્ય સ્થાયી થેયલ હોવા છતાં વડનગર પ્રત્યે હમેશાં મારો લગાવ રહ્યો છે તેમણે ઉમેર્યું હતું કે શર્મિષ્ઠા તળવામાં ફરી તરવાનું મારૂ સ્વપન હતું જે આ તરણ સ્પર્ધાથી પૂરૂ થયું છે આ પ્રસંગે તરણ સ્પર્ધાના સફળ આયોજન બદલ સ્પર્ધકોએ વહીવટીતંત્રનો વિશેષ આભાર માન્યો હતો. તરણ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.