ગુજરાતમાં જે રીતે ગીર અભ્યારણ એક માત્ર એશિયાની અંદર સૌરાષ્ટ્ર ખાતે ખીલ્યું ફાલ્યું છે ત્યારે હવે ગુજરાતમાં ટાઈગર સફારી અભ્યારણ પણ બનાવવામાં આવશે. જેથી ગુજરાતને અેક નવી ઓળખ ગીર સિંહના અભ્યારણની જેમ હવેથી મળશે,
વન્ય પ્રાણીઓ સિહની જેમ વાઘની ત્રાડ પણ ગુજરાતના જંગલોમાં ગુંજશે. ડાંગ આહવા ખાતે આ ટાઈગર સફારી પાર્ક બનાવવામાં આવશે. વન વિભાગો 28.96 લાખ હેક્ટર જમીનની તેના માટે ફાળવણી કરી છે. સફારી પાર્ક પ્રાેજેક્ટમાં કયા પ્રકારની વ્યવસ્થા હશે, કેટલા વાઘ હશે, કઈ રીતે આ ડેવલપ થશે તે તમામ બાબતોને લઈને ટુરિઝમની સુવિધાનો રીપોર્ટ બનાવાશે.
ત્રણ મહિનાની અંદર કન્સલ્ટન્ટ રીપોર્ટ તૈયાર કરીને સોંપવામાં આવશે. આહવાના જખાના અને જોબારી નજીકના આ ગામોની નજીક વાઘ માટે સફારી પાર્ક બનાવવામાં આવશે. પ્રાેજેક્ટના અભ્યાસ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક પણ કરવામાં આવશે. દેશ વિદેશમાં ટાઈગરને જોવા માટે આપણે દોટ લગાવતા હોઈએ છીએ ત્યારે આ સુવિધા આપણને અહીંથી જ મળી જશે. ટૂંક સમયમાં જ હવે આપણને ટાઈગર સફારી પાર્ક મળશે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આમ સામ સામે બે પ્રાણીઓના અભ્યારણો અને સફારી પાર્ક બનતા પ્રાણીઓ જોવા માટે દેશ વિદેશથી આવતા લોકોની સફર પણ વધી જશે અને બન્ને જગ્યાએ આ લ્હાવો તેઓ માણી શકશે