ગુજરાત સ્થાપના દિવસ ઉજવશે: શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ

અમદાવાદ, 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. પહેલી મે 2022 ના રોજ સાનિધ્ય 2 બંગ્લોઝ આનંદનગર માં 6:30 કલાકે કાર્યક્રમ આયોજિત થશે. મિલન પારીખ અને સોસાયટી ના સભ્યો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમ માં શ્રી પુરુષોત્તમ રૂપાલા (યુનિયન કેબિનેટ મિનિસ્ટર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી),શ્રી દેવુસિંહ ચૌહાણ (મિનિસ્ટર ઓફ સ્ટેટ કૉમ્યૂનિકેશન ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા), શ્રી દિપસિંહ રાઠોડ (મેમ્બર ઓફ લોકસભા), નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત લેજેસ્લેટિવ એસેમ્બલી) અને ડો.નુમાલ મોમીન ( ડેપ્યુટી સ્પીકર ,આસામ લેજેસ્લેટિવ એસેમ્બલી) મહાનુભાવો ઉપસ્થિતમાં ભવ્ય ઉજવણી કરાશે.

કાર્યક્રમના આયોજન અંગે સંજય મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન,મિલન પારીખકે કહ્યું, કે દિવાળી , હોળીની જેમ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ બધા ગુજરાતના લોકોએ કરવી જોઈએ. ગુજરાતી હોવાનું બધા ને ગર્વ હોવું જોઈએ. ગુજરાતની અસ્મિતા અને ભવ્યતા ને ઉજાગર કરવી આપણી સહું ની ફરજ છે. આયોજીત કાર્યક્રમ માં ગરબા ગ્રુપ , આદિવાસી નૃત્ય અને કવિ દ્વારા ગુજરાત નું સંબોધન કરવામાં આવશે.વાંસળીવાદક નું લાઈવ પર્ફોમન્સ કરાશે.સાથે એક એનજીઓ નું પણ ઉદઘાટન ડો. ધ્વનિ પારીખ દ્વારા કરવામાં આવશે હું મળીને ગુજરાતની ભવ્યતા ને માણીએ..