દેવગઢ બારિયા તાલુકાના ભાડ ગામે રસ્તાની બાજુના જંગલમાં બે દીપડાઓએ દિવસે લટાર મારતા સ્થાનિક લોકોમાં ફફડાટ દીપડાની લટાર નો વિડીયો વાયરલ થતાં તે તરફ઼ કેટલાક લોકોનો ઘસારો વધ્યો હોઈ તેમ.
*.. ભડભા ગામે રોડ ની બાજુ માં આવેલ જંગલ મા બે વન્ય પ્રાણી દીપડા દેખાતા ગ્રામ જનો માં ફફડાટ
*. રિસોર્ટમાં આવેલા કેટલાક પ્રવાસીઓએ વીડિયો વાયરલ કર્યો.
*.. વીડિયો વાયરલ થતાં જ તે તરફ લોકોનો ઘસારો વધ્યો હોઈ તેમ.
*.. દેવગઢ બારિયામાં વધતા જતા દિપડાની વસ્તી
દેવગઢ બારીઆ તાલુકા મથકે થી છ કીમ દુર આવેલ ભડભા ગામે ગત રોજ રસ્તાની બાજુ માં આવેલ જંગલ તેમજ નજીક રિસોર્ટની આસપાસ ધોળે દિવસે બે દિપડાઓએ દેખા દેતાં રિસોર્ટમાં હાજર પ્રવાસી તેમજ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. લટાર મારવા નીકળેલ બે દિપડાનો વિડીયો કોઈકે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં લોકોની આ વિસ્તારમાં દિપડો દેખવા અવર જવરો પણ જાેવા મળી હતી.
દેવગઢ બારીઆ તાલુકા મા જંગલ અને ડુંગરાળ વિસ્તાર હોવાથી વન્ય પ્રાણી દિપડા જેવા પ્રાણીઓ અવાર નવાર જાેવા મળતાં હોય છે અને તેમાંય ખાસ કરીને હિંસક અને માનવ ભક્ષી દિપડાઓ દ્વારા અવાર નવાર ગ્રામીણ વિસ્તારોમાં ઘુસી જઈ લોકો ઉપર હુમલો કરતાં હોવાના બનાવો પણ ભુતકાળમાં બની ચુક્યાં છે જેને પગલે કેટલાંક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાંક લોકો ઈજાગ્રસ્ત પણ થયાં હતાં ત્યારે આજરોજ બપોરના સમયે ભડભા ગામ નજીક રસ્તાની બાજુમાં આવેલ જંગલ મા તેમજ નજીક મા આવેલ રિસોર્ટની બહાર બે વન્ય પ્રાણી દિપડાઓએ દેખા દેતાં સ્થાનિક લોકો મા ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે રિસોર્ટમાં હાજર પ્રવાસીઓ પણ એકક્ષણે ચોંકી ઉઠ્યાં હતાં અને આ બંને દીપડા રસ્તાની બાજુ મા આગેલ જંગલ તેમજ રસ્તા ઉપર મોડી રાત સુધી ફરતાં જોવા મળ્યા હતા ત્યારે કોઈકે આ બે દિપડાઓ નો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી સોશિયલ મીડીયમાં વાઈરલ કરી દેતાં દિપડાને જાેવા આ વિસ્તારમાં લોકોની અવર જવર પણ જાેવા મળી હતી. સમગ્ર મામલે સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક બન્યું છે અને લોકો દ્વારા પણ સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે.