હાલ વર્ષ 2022માં ઘણી કંપનીઓના શેર છે જે મલ્ટીબેગર બની ચુક્યા છે. જેમાં આવો જ એક શેર સીઝર્સ કોર્પોરેશનનો છે. ત્યારે આ શેરે આ વર્ષે જબરદસ્ત વળતર ચૂકવયુ છે. જેમાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને વાર્ષિક ધોરણે સારું વળતર 3765 ટકા ચૂકવ્યું છે.
*શેર પ્રદર્શન*
આ વર્ષ દરમિયાન 2022 માં આ પ્રથમ દિવસ દરમિયાન , મલ્ટિબેગર શેરની કિંમત રૂ. 3 કરતા ઓછી હતી, જે હવે વધીને રૂ. 112.85 પ્રતિ શેર સ્તરે પહોંચી રહી છે. જો કે લગભગ 3,765 ટકાનો વધારો આવ્યો છે.
હાલ છેલ્લા એક સપ્તાહ દરમિયાન નજર કરીએ તો, કૈસર કોર્પોરેશનના શેરની કિંમત રૂ. 92.95 થી વધીને રૂ. 112.85 પ્રતિ શેર સ્તરે પહોંચી છે, જે મુજબ આ સમયગાળામાં લગભગ 21.50 ટકાનું વળતર દર્શાવે છે. જો કે મહત્વની વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં મલ્ટીબેગર સ્ટોકના તમામ 5 સેશનમાં અપર સર્કિટ રહી છે.
*આ રકમ દ્વારા સમજો*
હાલ આ એક અઠવાડિયા ની અંદર જો રોકાણકારે આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેની રકમ રૂ. 1.21 લાખ થઈ ગઈ હોત. ત્યારે જો કોઈ રોકાણકારે એક મહિના ની અંદર આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેની રકમ વધીને રૂ. 2.50 લાખ થઈ ચુકી હોત . આમ
જો કોઈ રોકાણકારે નવા વર્ષની શરૂઆતમાં જ રૂ. 2.92ના સ્તરે શેર ખરીદીને આ પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેની રકમ રૂ. 38.65 લાખ થઈ હોત. આમ જો કે કૈસર કોર્પોરેશનની બજાર મૂડી રૂ. 593.83 કરોડ છે .