કડોદરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યક્રમ કરાયો મોકૂફ ,હવે આગામી ૭ મેના રોજ યોજાશે કાર્યક્રમ ,રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન ને લઇ હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
આગામી ૩૦ તારીખે પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા અકળામુખી હનુમાનજીના મંદિર પાસે જીલ્લા ભાજપ દ્વારા વન ડે વન ડીસ્ટ્રીકટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નદ્ડા તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ખાસ હાજરી આપવાના હતા ,પરંતુ કોઈક કારણસર હાલ ૩૦ તારીખ નો કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે અને આજ કાર્યક્રમ ૭ મેં ના રોજ યોજાશે ,જોકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે પ્રથમ વખત દક્ષિણ ગુજરાત ના મેહમાન બનવાના હોઈ જીલ્લા ભાજપ પરિવાર માં બહરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમમાં કોઈ કસર રેહવા દેવા માંગતા નથી અને જેને લઇ આગમન ને લઇ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ,ગતરોજ રાજ્યના ઊર્જા તેમજ પેટ્રો કેમિકલ મંત્રી મુકેશ પટેલ દ્વારા કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરવામાં આવી હતી તો જીલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈ પણ કાર્યક્રમની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.