નર્મદા કિનારે બીજા તબક્કાનો સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સરકાર દ્વારા નર્મદા નદીના કિનારાને સ્વચ્છ રાખવા અને સાફ સફાઈ રાખવા વારંવાર અનુરોધ કર્યો હતો. તે માટે આજરોજ ભરૂચ ની સ્વેચ્છિક સંસ્થાઓ પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા, રેલી એક્ષિસ સાયકલિસ્ટ ગ્રુપ અને ભરૂચ સાઈકલિસ્ત ગ્રુપ અંતર્ગત બીજા તબક્કાનું સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા કોસ્ટ કલીનિંગ ડ્રાઇવ નાં નેજા હેઠળ બીજા તબક્કાની યુવાનોએ કિનારાની સાફ-સફાઈ કરી હતી.
અગાઉના પ્રથમ કાર્યક્રમમાં જૂજ માત્રામાં યુવાનોએ પોતાના પ્રયત્ન કરી રહ્યા હતા અને તે પ્રયત્નો થકી નર્મદા કિનારા નું બીડું ઉપાડ્યું હતું. તેમના આ કાર્યને અને સ્વચ્છતા સમક્ષ જાગૃતિને કારણે બીજા અન્ય ગ્રુપ જેવા કે ભરૂચ સાઈકલિસ્ત ગ્રુપ આ યુવાનોને મદદ કરવા આવ્યું હતું.
આ બંને સાઈકલિસ્ત ગ્રુપ દ્વારા અંકલેશ્વર જૂના બોરભાઠા નર્મદા કિનારે બીજા તબક્કામાં મૂર્તિઓ, ફોટા, તૂટેલા મંદિરો, કરમાયેલા ફૂલ જેવી ધાર્મિક વસ્તુ નો વિધિવત નિકાલ કર્યો હતો. યુવાનો દ્વારા બીજા તબક્કામાં સ્વખર્ચે પ્લાસ્ટિકના dustbins લાવી નર્મદા કાંઠાના નર્મદા માતાના મંદિરે મુક્યા હતા. મંદિરના ફુલ હાર કે અન્ય ધાર્મિક વસ્તુઓ ને આ dustbins માં મૂકી અંકલેશ્વરના ભાવિ ભક્તો અને જનતાને નર્મદાના કિનારે સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.
યુવાનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જ્યારે પણ લોકો નર્મદા કિનારે નદીના નયનરમ્ય દ્રશ્યોને નિહાળવા આવે ત્યારે તેમની સાથે લાવેલ પ્લાસ્ટિક રેપર, કાગળ કે અન્ય વસ્તુઓ મંદિર પાસે મુકેલા ડસ્ટબીન માં અવશ્ય નાખો, જેથી કિનારા પર સ્વચ્છતા જળવાઈ રહે અને આપણું પર્યાવરણ પણ સ્વસ્થ રહે. પેરેડાઇઝ ઇન્ડિયાના અમિત રાણા અને તેમની ટીમે આ સ્વચ્છતા નાં અભિગમને બિરદાવતા કહ્યું કે આપણી નૈતિક ફરજ સમજી ર્માં નર્મદા નદીના કિનારાની સાફ-સફાઈ થાય, નર્મદા માતાની શ્રદ્ધાને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવીશું તો આપણી નર્મદા માતા નું ઋણ અદા કરીશું