ફેક ન્યૂઝ ફેલાવનાર યુટ્યુબ ચેનલો પર કેન્દ્ર સરકારે સકંજો કસ્યો, જાણો કેમ

કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને એવી યુટ્યુબ ચેનલો કે જો ફેક ન્યૂઝ ફેલાવી રહી છે તેના પર સકંજો કસવામાં આવ્યો છે. આ પ્રકારની 16 યુટ્યુબ ચેનલો છે. જેમાં 6 જેટલી ફેક ન્યૂઝ ફેલાવનાર 6 જેટલી પાકિસ્તાની ચેનલો પણ હતી. જેમને બેન કરવામાં આવી છે.

 

ખાસ કરીને આ ચેનલો કે જેઓ લોકોને ખોટા મેસેજ ફેક ન્યૂઝ થકી આપી રહ્યા હતા જેથી 68 મિલિયન લોકો પણ સબસ્ક્રાઈબ હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો સુધી ફેક ન્યૂઝ પહોંચતા હતા. દેશની જાહેર વ્યવસ્થા પર તેમજ સુરભા, વિદેશી સબંધો વગેરેને લઈને ફેક ન્યૂઝ ફેલાવતા હતા.

ખાસ કરીને આ પ્રકારની ઘણી બધી ચેનલો યુટ્યુબની છે જે આ પ્રકારે ફેક ન્યૂઝ ચલાવી લોકોને ભ્રમિત કરે છે ત્યારે તેમના પર સકંજો કસવો જરૂરી છે. ખાસ કીને કેન્દ્રિય માહિતી પ્રસારણ તરફથી આ માહિતી સામે આવી હતી. 23 એપ્રિલે ખાનગી ટીવી ન્યૂઝ ચેનલોને નિંદાત્મક હેડલાઈનથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. ખાસ કરીને 1995 કલમ 20 ની જોગવાઈ મુજબ આ પાલન કરવાની હાકલ કરવામાં આવી છે.