મસાલા સિંગ ખાવાની બહુ જ મજા આવે છે. ઘરે રાત્રે જમીને બેસો અને પછી કોઇ ડિશમાં મસાલા સિંગ આપે તો ખાવાની મજ્જા પડી જાય. આમ, જો તમે ઘરે મસાલા સિંગ બનાવો છો તો ટેસ્ટમાં એકદમ મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો જાણો મસાલા સિંગ કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
- મસાલા સિંગ
- મરી પાઉડર
- ગરમ મસાલો
- સંચળ
- આમચૂર પાઉડર
- દળેલી ખાંડ
- તેલ
- મરચું
બનાવવાની રીત
ADVERTISEMENT
- મસાલા સિંગ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. મસાલા સિંગ ઘરે બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં આમચુર પાઉડર, સંચર, મીઠું, દળેલી ખાંડ, મરી પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું, હળદળ નાંખીને ફેરવી લો અને એક ટેસ્ટી મસાલો તૈયાર કરો. આ મસાલામાં તમે આ બધી જ વસ્તુઓ નાંખશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને સિંગનો ટેસ્ટ પણ મસ્ત આવશે.
- હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં હિંગ અને હળદર એડ કરો.
- ત્યારબાદ તરત જ સિંગ નાંખો.
- હવે આ સિંગ પર તૈયાર કરેલો મસાલો એડ કરો. આ મસાલો તમારે તમારી જરૂરિયાત મુજબ વધારે અને ઓછુ એડ કરવો. આમ, આ મસાલો ઓછામાં ઓછી 3 ચમચી તો નાંખવો જેથી કરીને ટેસ્ટ સારો આવે.
- તો તૈયાર છે મસાલા સિંગ.
- મસાલ સિંગના મસાલામાં એડ કરવા માટે તમારા ઘરે આમચૂર પાઉડર નથી તો તમે તૈયાર બહારથી પણ લાવી શકો છો. જો કે ઘણાં લોકો ઘરે આમચૂર પાઉડર બનાવતા હોય છે.
- આ મસાલા સિંગનો ટેસ્ટ તમારે તીખો કરવો હોય તો તમે મરચું વધારે એડ કરી શકો છો.