સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે અંતર્ગત નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાના અધ્યક્ષસ્થાને બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીડ બેંકના મેનેજરે બી.એસ.મીનાએ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતા દીઠ મળવાપાત્ર છે. તેમજ મત્સ્યદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. આ ઉપરાંત કેસીસીનો લાભ ૭-૧૨ની કોપી અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને ત્વરીત આપવામાં આવશે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઇ રહ્યા છે. તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની બ્રાન્ચનો સંપક કરી શકશે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરથી મળશે. તા. ૨૪ એપ્રીલ થી ૧ મે સુધીના અભિયાનમાં આ યોજનાના તમામ લાભાર્થીઓનો આ યોજનામાં આવરી લેવા તેઓએ વધુમાં જણાવ્યું હતું. આ તકે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ ઉપસ્થિત તમામ બેન્કોના અધિકારીઓને કેસીસીના લાભાર્થીઓનો સંપર્ક કરી સમયમર્યાદામાં તેમને આ લાભ મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત ગ્રામસભાના માધ્યમથી વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમજ ફોર્મ ભરવા આવેલ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામા સમાવેશ કરાવવા તેઓશ્રીએ જણાવ્યું હતું.આ બેઠકમા બેન્ક ઓફ બરોડનાના પ્રાદેશિક અધ્યક્ષ આર.આર.દાસ,ગુજરાત બરોડા ગ્રામીણ બેન્ક એન.એલ.વાઘેલા, નાબાર્ડના ડીડીએમ રાઉલ પાટીલ, અધિકારીઓ, બેન્કોના અધિકારીઓ-પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.