ડબગર સમાજ દ્વારા છઠ્ઠો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો

દાહોદ જિલ્લાના ઝાલોદ ના નગર માં આજ રોજ ડબગર વાસ વિસ્તાર માં આવેલ રાધાકૃષ્ણ મંદિર નો ડબગર સમાજ દ્વારા છઠ્ઠો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં સવાર થી જી મંદીરમાં દર્શનાર્થીઓનો દર્શન કરવા લોકો નો ઘસારો જોવાં મળ્યાં હતાં ત્યારે રાધાકૃષ્ણ મંદિર થી શોભાયાત્રા નીકળી ને ઝાલોદ નગરના વિસ્તારો માંથી કાઢવા માં આવી હતી જેમાં શોભા યાત્રા નું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બસ સ્ટેશન વિસ્તાર માં ગરબા ની ભવ્ય રમઝટ કરવાં માં પણ આવી હતી ત્યારે ડબગર સમાજ ના બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધ,નવયુવાનો, દરેક લોકોએ હર્ષોલ્લાસ થી જોડાયો હતો, છેલ્લે શોભા યાત્રા પાછી મંદિરે પહોંચતાં ત્યાં મહા આરતી કરવામાં આવી હતી, આરતી પછી મહા પ્રસાદીનો પણ્ પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો, ડબગર સમાજ દ્વારા પોતાનાં વેપાર-ધંધા બંધ રાખ્યા હતા આમ દિવસ ભર લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ ઉત્સવ માં આ તકે વિવિઘ મહંતો સંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પંથક માં ઉજવણી માં નગર ના શહેરી જનો જોડાયા હતા