OnePlus છેલ્લા કેટલાક સમયથી સસ્તો ફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યુ હતુ.. ખાસ કરીને લો-મિડ રેન્જમાં કંપની નવા ગ્રાહકોને આકર્ષવા માટે બજેટ ફોન લોન્ચ કરવા માગતી હતી. બ્રાન્ડે તેનો નવો બજેટ 5G હેન્ડસેટ અંતે લોન્ચ કર્યો છે. ચીની કંપનીએ ઉત્તર અમેરિકામાં OnePlus Nord N20 5G લૉન્ચ કર્યો છે.
આ ફોનમાં AMOLED ડિસ્પ્લે, 5G ફોન, સ્નેપડ્રેગન 6 સિરીઝ પ્રોસેસર, 64MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને મોટી બેટરી છે, જે ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આવો જાણીએ તેની કિંમત અને અન્ય ફીચર્સ.
OnePlus એ આ ફોનમાં 6.43-ઇંચની AMOLED સ્ક્રીન આપી છે, જે પંચ હોલ કટઆઉટ સાથે આવે છે. પંચ હોલ કટઆઉટ ઉપરની લેફ્ટ સાઇડમાં જોવા મળે છે. ફોન બોક્સી ડિઝાઇન સાથે આવે છે અને કંપનીએ તેમાં એલર્ટ સ્લાઇડર આપ્યું નથી.
તમને Nord N20 5G માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ફોન Qualcomm Snapdragon 695 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.
ફોનને પાવર આપવા માટે, 4500mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો તેમાં 16MP સેલ્ફી કેમેરા છે. તે જ સમયે, પાછળની બાજુએ 64MP મુખ્ય લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
તેમાં 2MP મોનોક્રોમ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે. હેન્ડસેટ Android 11 પર આધારિત Oxygen OS 11 પર કામ કરે છે. આમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
OnePlus Nord N20 5G કિંમત
કંપનીએ આ ફોનને ફક્ત યુએસ માર્કેટ માટે જ ડિઝાઇન કર્યો છે. તે T-Mobile અને Metro પરથી ખરીદી શકાય છે. તેનું વેચાણ 28 એપ્રિલથી શરૂ થશે. ફોનને માત્ર 6GB RAM + 128GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત $282 (લગભગ રૂ. 21,500) છે. ફોન એમેઝોન, બેસ્ટ બાય અને અન્ય રિટેલર્સ પર પણ ઉપલબ્ધ બનશે.