ફળોનો રાજા કેરી સ્વાદ અને મીઠાસ માટે ખૂબ ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો આ સ્વાદિષ્ટ ફળના કેટલાક સાઇલેન્ટ સાઇડ ઇફેક્ટ્સ છે જે તમારા શરીર માટે ખૂબ નુકસાનકારક છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે કેરીને પણ યોગ્ય રીતે ખાતા નથી તો તેની અનેક સાઇડ ઇફેક્ટ્સ તમને થવા લાગે છે.તો જાણી લો તમે પણ આ વિશે…
એલર્જી
કેરી ખાવાથી શરીરમાં એલર્જી થવાનો ખતરો વધી જાય છે. લેટેક્સ એલર્જીથી પીડિત લોકોને કેરી નુકસાન પહોંચાડે છે. આમ જો તમને પણ કોઇ એલર્જી થઇ રહી છે તો તમારે કેરી થોડા પ્રમાણમાં ખાવી જોઇએ.
હાઇ બ્લડ શુગર
સ્વાદિષ્ટ અને મીઠી કેરીમાં નેચરલ સુગર વધુ પ્રમાણમાં હોય છે, જેના કારણે હાઇ બ્લડ પ્રેશર ખૂબ જ ઝડપથી વધી શકે છે. જો તમને હાઇ બ્લડ પ્રેશરની તકલીફ છે તો તમારે કેરી ઓછા પ્રમાણમાં ખાવી જોઇએ. આ સાથે જ કેરીનો રસ પણ ઇગ્નોર કરવો જોઇએ.
વજન વધારે
તમે કેરી વધારે પ્રમાણમાં ખાઓ છો તો તમારું વજન ફટાફટ વધવા લાગે છે. કેરી વજન વધારવાનું કામ કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર બીજા ફળોની સરખામણીમાં કેરીમાં વધારે કેલરી અને હાઇ નેચરલ સુગર હોય છે જે તમારું વજન વધારવાનું કામ કરે છે. આમ, જો તમે ગરમીની સિઝનમાં વધારે કેરી ખાઓ છો તો તમારું વજન ફટાફટ વધવા લાગે છે. આ માટે તમે હાલમાં વજન ઉતારી રહ્યા છો તો તમારે અઠવાડિયામાં એકથી બે વાર જ કેરીનો રસ અને રોટલી ખાવી જોઇએ.
પેટ સાથે જોડાયેલી સમસ્યા
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર કેરીને વધુ માત્રામાં ખાવાથી ગેસ જેવી તકલીફો ઉભી થઇ શકે છે. કેરીમાં કાર્બોહાઇડ્રેટ IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમને ટ્રિગર કરી શકે છે જે ડાઇજેસ્ટિવ સિસ્ટમને ખરાબ કરી શકે છે. ઘણાં લોકોને કેરી ખાવાથી કબજીયાતની તકલીફ પણ થતી હોય છે.