આકાશ+બાયજૂસે ગુજરાતના વાપીમાં સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં પ્રાઇમક્લાસ લોંચ કર્યો

પરિક્ષા તૈયારી સેવાઓમાં ભારતમાં અગ્રેસર આકાશ+બાયજૂસે પ્રાઇમક્લાસની રજૂઆત કરી છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચક્રમના વિષયના એક્સપોઝર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલો સેટેલાઇટ-આધારિત સ્કૂલ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે. નવા યુગના સેટેલાઇટ માધ્યમનો ઉપયોગ કરતાં રાષ્ટ્રીય સ્તરે ફેકલ્ટી દ્વારા સત્ર હાથ ધરાશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય જેઇઇ અને નીટ માટે સ્પર્ધાત્મક તૈયારીઓ માટે સંકલિત અભ્યાસ પૂરો પાડવાનો છે. આ પ્રોગ્રામ અત્યાધુનિક, ટુ-વે ઇન્ટરેક્ટિવ વીએસએટી ટેક્નોલોજીનો ઉપયોગથી ડિલિવર કરાશે, જે રિવ્યૂ અને રિવિઝન જેવાં બહુવિધ લાભો આપે છે.

 

આ પ્રોગ્રામ વાપીમાં સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ખાતે આજથી શરૂ થયો છે તથા પલસાણા ખાતે સંસ્કાર વિદ્યા સંકુલ ખાતે ટૂંક સમયમાં વધુ એક સેન્ટર શરૂ કરાશે.

આકાશ બાયજૂસના ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી ફેકલ્ટી નવા યુગની સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાઇવ લેસન ડિલિવર કરશે, જે ફિઝિકલ ક્લાસરૂમ જેવો અનુભવ પ્રદાન કરશે. આ કોર્સ ઓલમ્પિયાડ, એનટીએસઇ તથા બીજી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તેમજ બોર્ડ, જેઇઇ (મેઇન અને એડવાન્સ્ડ) અને નીટ માટે તૈયાર કરતાં વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરાયો છે.

આ કોર્સ પ્રેરણાદાયી અને ઇન્ફોટેઇનમેન્ટ સત્રો પણ ઓફર કરશે તેમજ સ્માર્ટ એસેસમેન્ટ સિસ્ટમ્સ વિદ્યાર્થીઓને તેમની તૈયારીના કૌશલ્યો વધુ સારા કરવા માટે સર્વાંગી શિક્ષણના ઉકેલો પ્રદાન કરે છે. વધુમાં આધુનિક ટેક્નોલોજી હાઇ-ક્વોલિટી ડેટાના સરળ ટ્રાન્સમીનશન સાથે ઇન્ટરનેટ ઉપર નિર્ભર રહ્યાં વિના અવિરત અભ્યાસનો અનુભવ સુનિશ્ચિત કરે છે. વિદ્યાર્થીઓ પિઅર ટુ પિઅર અભ્યાસ સાથે ઓનલાઇન ટેસ્ટિંગ બંન્નેનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત શાળાના શિક્ષકો પણ વિષય સંબંધિત નિપૂંણતા વધારવા માટે કો-ઓર્ડિનેટર તરીકે સહભાગી થઇ શકે છે. ગુજકેટ અભ્યાસક્રમ તેમજ ધોરણ 11 સાથે સુસંગત અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખતાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત અભ્યાસસામગ્રીની સાથે-સાથે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જેવાં વિષયોને પણ તેમાં આવરી લેવાયા છે.