IPL 2022માં વધું એક ખેલાડી કોરોનાથી સંક્રમિત
દિલ્હી કેપિટલ્સની આખી ટીમ ક્વોરન્ટાઈન
કોરોના હજી પણ પીછો છોડી રહ્યું નથી, ત્યારે IPL ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની આવનારી મેચ રમવા માટે પૂણે જઈ શકશે નહીં. દિલ્હી કેપિટલ્સની ટીમ પર કાળા વાદળ છવાઈ ગયા હોય તેમ, એક પછી એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પહેલા તો ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ કોરોના સંક્રમિત થયા હતા, હવે વધું એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ આખી ટીમને કોરન્ટાઈન કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર DC નો વધુ એક ખેલાડી સંક્રાંતિ થતાં દિલ્હીની આગામી મેચ માટે પૂણેનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ હાલ પોતાના રૂમમાં જ છે અને 2 દિવસ ડોર ટૂ ડોર તેમના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
વધુ એક ખેલાડી થયો કોરોનાથી સંક્રમિત
થોડા દિવસ અગાઉ DC ના ફિઝિયો કોરોના સંક્રમિત થયા હતા ત્યારબાદ અન્ય એક ખેલાડીનું રેપિટ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં એક ખેલાડી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી. તે માટે ટીમને 18 એપ્રિલે પૂણે જવા માટે રવાના થવાનું હતું. પણ અચાનક એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સની પૂરેપુરી ટીમને હોટલમાં જ રોકાઈ જવાની હાલ ફરજ પડી છે.
BCCI એ કહી આ વાત
BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર જે ખેલાડીનો રિપોર્ટ કાલે નેગેટિવ આવ્યો છે તે પૂણે જશે, તો વળી એક રિપોર્ટ અનુસાર રોયલ ચેલેંજર્સ બેંગલોરની સાથે મેચ દરમિયાન BCCI એ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB ના ખેલાડીઓ સાથે હાથ મિલાવાની ના પાડી છે. કોરોનાએ IPL ને પણ ખૂબ જ પ્રભાવિત કરી છે. જેને કારણે IPL 2021 નું આયોજનની શરૂઆત તો ભારતમાં કરવામાં આવી હતી, પરંતુ એક પછી એક ખેલાડીઓના તથા કોરોનાનો પગપેસારો દેશભરા વધતાં વધતાં શ્રેણીનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું હતું.