KGF 2 એક જ દિવસમાં એટલું કમાઈ ગઈ જે અક્ષયની બચ્ચન પાંડે અને સલમાનની અંતિમનું કુલ કલેક્શન હતું.
સાઉથની ફિલ્મો દિવસે ને દિવસે બોલીવુડની ફિલ્મોને પછાડી રહી છે. સાઉથના એક્શન હીરોની સામે બોલીવુડના જુના જોગીદાઓ સતત નીચા પુરવાર થઈ રહ્યા છે. આ પહેલા RRR અને ત્યાર પછી KGF 2 ના કલેક્શને ફરી એ સાબિત કરી દીધું છે. KGF 2 હિન્દી એ પહેલા જ દિવસે 52.5 કરોડની કમાણી કરી લીધી છે. દેશમાં તમામ ભાષામાં તેનું પ્રથમ દિવસનું કલેક્શન અંદાજિત 130 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. અને જો ઓવરસીઝ સાથે ગણીએ તો વિશ્વભરમાં આ ફિલ્મે 175 કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મની કમાણી જ 150 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. KGF ની પ્રથમ દિવસની જેટલી કમાણી થઈ છે તેટલી કુલ આવક પણ અક્ષય કુમારની બચ્ચન પાંડે કે સલમાન ખાનની અંતિમ મેળવી શક્યા નથી. વાત કરીએ બચ્ચન પાંડે ફિલ્મની, તો આ ફિલ્મની હાલત એટલી બધી ખરાબ થઈ કે થિયેટરમાં રિલીઝનો એક મહિનો પૂરો થાય એ પહેલાં જ OTT પર રિલીઝ કરી દેવી પડી હતી.
સાઉથની પુષ્પા, RRR અને હવે KGF ની અંધાધૂંધ કમાણીએ બૉલીવુડ બોક્સ ઓફિસના તમામ પ્રકારના સમીકરણો ફેરવી દીધાં છે અને ગઈકાલના પ્રખ્યાત સ્ટાર્સ હવે પોતાની સફળતા માટે નવો રસ્તો શોધી રહ્યા છે.