ધ્રાંગધ્રાના કોંઢ ગામના યુવાન દ્વારા નેશનલ યોગાસન ચેમ્પીયનશીપમાં રાજયની ટીમમાં ભાગ લઈને નેશનલમાં ટીમે દ્વીતીય વિજેતા બનતા રાજયના રમતગમત મંત્રી દ્વારા યુવાનને સન્માનીત કરવામાં આવતા ધ્રાંગધ્રા વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકના કોંઢ ગામે રમત ગમત ક્ષેત્રેમાં ઘણી ખ્યાતી પ્રાપ્ત કરી છે. જ્યાંરે તાજેતરમાં યોગાસનને સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળ્યા બાદ દેશની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં દેશના ટોચના ૧૪ રાજ્યોના ૧૬૯ ખેલાડીએ ૦૫ કેટેગરીમાં ભાગ લીધો હતો.
…જેમાં આપણા ગુજરાતના પાંચ ખેલાડીઓ હડિયલ સુનિલ, સોની સ્મિત, ઠક્કર દિપ, ગમઢા અંકિત, વાઘેલા નિસારનો સમાવેશ થયો હતો. આ ખેલાડીઓ આર્ટિસ્ટિક ગ્રુપમાં ભાગ લીધો હતો. અને 2nd નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨માં ગુજરાતની ટીમે આર્ટિસ્ટિક ઇવેન્ટમાં બીજો ક્રમાક પ્રાપ્ત કર્યા હતો. 2nd નેશનલ ચેમ્પિયનશિપ ૨૦ માં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના યુવાને અને તેની ટીમે નેશનલમાં બીજો નંબર મેળવીને તેમના ગામ અને સમાજનું નામ રોશનની સાથે મેડલ પ્રાપ્ત કર્યો છે.આ તમામ ખેલાડીઓનું અમદાવાદના ટ્રાન્સ સ્ટાઈડ ખાતે ગુજરાતના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ યોગા ચેમ્પિયનશિપ -૨૦૨૨ માં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના યુવાન હડિયલ સુનિલ સુરેશભાઈ અને તેમની ટીમ બીજા નંબરે આવી હતી. નેશનલ કક્ષાએ નામના મેળવતા સમગ્ર ટીમને રાજયના રમતગમત મંત્રી હષૅભાઈ સંધવી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધા તાલુકા અને કોંઢ ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.