ADVERTISEMENT
7મી એપ્રિલે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત મીડિયા એવોર્ડસ, 2022નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડસનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુકત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને આ એવોર્ડ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. દર બે વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર રાજયના પત્રકારોની કામગિરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે મોટી સંખ્યામાં પત્રકારોએ પોતાની સ્ટોરી મોકલી હતી. નિર્ણાયકોની પેનલ દ્વારા અલગ અલગ વિષયોમાં 25 શ્રેષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી છે. પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો અને ડિજીટલ સહિતના પત્રકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે.
એવોર્ડ સમારોહમાં નિર્ણાયક તરીકે રાજયના મુખ્ય સચિવ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો.સોનલ પંડયા, એનઆઇએમસીના ડાયરેકટર ડો.શિરીષ કાશિકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો
ગુજરાત મીડિયા એવોર્ડસનું આયોજન અંકિત હિંગુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. સમારોહમાં ગુજરાતના મીડિયા કર્મીઓ તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.