આજે જાહેર થયેલા ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ ઓફ સબ્જેક્ટ (લૉ) 2022 મુજબ, ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી (જેજીયુ)ની જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલ (જેજીએલએસ)એ એક વાર ફરી ભારતમાં નંબર 1 પોઝિશન હાંસલ કરી છે, તો ચાલુ વર્ષે એનું વૈશ્વિક રેન્કિંગ સુધરીને 70મું થયું છે, પ્રતિષ્ઠિત વૈશ્વિક રેન્કિંગમાં ટોચની 75 કાયદાની શાળાઓમાં કોઈ સ્થાન મેળવવામાં સક્ષમ ન હોય તેવી રાષ્ટ્રીય કાયદાની શાળાઓ સહિત અન્ય કોઈ ભારતીય કાયદાની શાળા નથી.
● ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટ (લૉ) 2022માં દુનિયામાં જેજીએલએસએ છ સ્થાન આગેકૂચ કરીને દુનિયામાં 70મું સ્થાન મેળવ્યું છે
● જેજીએલએસએ સતત ત્રીજા વર્ષે ભારતમાં નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે.
● 2022 ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટમાં 1,118 સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યા પછી કુલ 340 લૉ સ્કૂલને રેન્ક આપવામાં આવ્યો હતો.
● જેજીએલએસએ શૈક્ષણિક પ્રતિષ્ઠામાં 77.9, કંપનીઓ વચ્ચે પ્રતિષ્ઠામાં 79.3, સાઇટેશન્સમાં 60.3 અને એચ-ઇન્ડેક્સમાં 45.4 સ્કોર મેળવ્યો હતો, જે કુલ સ્કોર 72.6 તરફ દોરી ગયો છે, જેનાથી ભારતમાં નંબર 1 અને દુનિયામાં 70મી લૉ સ્કૂલ બનવામાં મદદ મળી હતી.
● વર્ષ 2009માં 10 ફેકલ્ટી મેમ્બર અને 100 વિદ્યાર્થીઓથી સફર શરૂ કરનાર જેજીએલએસ અત્યારે આશરે 5,000 વિદ્યાર્થીઓ અને 500 ફેકલ્ટી મેમ્બર ધરાવે છે.
● આ લૉ, જ્યુરિપ્રુડન્સ અને કાયદાકીય અભ્યાસોમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, માસ્ટર્સ અને ડોક્ટરલ ડિગ્રીઓ ઓફર કરે છે.
● પોતાના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણનો અનુભવ પૂરો પાડવા જેજીએલએસએ દુનિયામાં 250 ટોચની લૉ સ્કૂલ/યુનિવર્સિટીઓ સાથે આંતરરાષ્ટ્રીય જોડાણ કર્યું છે.
● દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓમાં 70મું સ્થાન દુનિયામાં વિદ્યાર્થીઓ, એકેડેમિક્સ અને કંપનીઓ વચ્ચે જેજીએલએસની વધતી શાખનું પ્રતિબિંબિ છે.
જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલના આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સતત સુધારો છેલ્લાં થોડાં વર્ષોમાં એની ગુણવત્તામાં સાતત્યપૂર્ણ સુધારાનો સંકેત છે. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપ 70માં સ્થાન મેળવતા અગાઉ જેજીએલએસએ વર્ષ 2021માં 76મું અને વર્ષ 2020માં 101-150 બ્રેકેટમાં સ્થાન મેળવ્યું હતું. એનું ભારતમાં રેન્કિંગ નંબર 1 લૉ સ્કૂલ તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી જળવાઈ રહ્યું છે.
સંપૂર્ણપણે 2022 ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટમાં 14.7 મિલિયન વિશિષ્ટ પેપરનું વિશ્લેષણ થયું હતું, 96 મિલિયન સાઇટેશન ઊભા કરવામાં આવ્યાં હતાં. કુલ 1,543 સંસ્થાઓને પાંચ વિસ્તૃત વિષયમાં 51 વિષયમાં રેન્ક આપવામાં આવ્યાં હતાં, જેથી 17,700 રેન્ક એન્ટ્રીઓ ઊભી થઈ હતી.
લૉ માટે ક્યુએસએ વર્ષ 2022માં દુનિયામાં 1,118 સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યા પછી કુલ 340 લૉ સ્કૂલને રેન્ક આપ્યો હતો.
આ નોંધપાત્ર ઉપલબ્ધિ પર ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક ચાન્સેલર શ્રી નવીન જિંદાલે કહ્યું હતું કે, “જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલને સતત ત્રીજા વર્ષે ફરી ભારતની નંબર 1 લૉ સ્કૂલ બનવા બદલ અભિનંદન. આ વર્ષે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલના રેન્કિંગમાં સુધારાએ પુરવાર કર્યું છે કે, 12 વર્ષ અગાઉ જે ઉત્સાહ સાથે એની સ્થાપના થઈ હતી એ હજુ આંતરરાષ્ટ્રીય મહામારી સાથે સંબંધિત વિવિધ પડકારો વચ્ચે પણ જળવાઈ રહ્યો છે. આ યુનિવર્સિટીની લીડરશિપ અને મેનેજમેન્ટ ટીમના સતત પ્રયાસો, અમારા શ્રેષ્ઠ ફેકલ્ટી મેમ્બર્સના ઉત્કૃષ્ટ કાર્યો અને અમારા વિદ્યાર્થીઓની આકરી મહેનતનું પરિણામ છે. આ બૃહદ્ હિત પ્રત્યેની કટિબદ્ધતા છે, જે જેજીએલએસને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, કાયદાકીય તાલીમ અને સંશોધનમાં નવી ઊંચાઈ હાંસલ કરવા પ્રેરિત કરે છે. દુનિયામાં 70 શ્રેષ્ઠ લૉ સ્કૂલમાં ભારતીય યુનિવર્સિટીને સ્થાન મળવું આપણા બધા માટે ગૌરવની વાત છે. હું અમારા વાઇસ ચાન્સેલર, પ્રોફેસર (ડો.) સી રાજકુમાર અને જેજીયુ સમુદાયના દરેક સભ્યને અભિનંદન આપું છું, જેમાં ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામેલ છે. હું દુનિયામાં અન્ય તમામ પાર્ટનર સંસ્થાઓનો આભાર પણ માનું છું, જેમણે અમારા વિદ્યાર્થીઓ માટે અસાધારણ તકોનું સર્જન કરવા જેજીયુ સાથે જોડાણ કર્યું છે.”
વિષય મુજબ રેન્કિંગ આપવા ક્યુએસ મુખ્યત્વે શૈક્ષણિક પ્રતિષ્ઠા, કર્મચારીઓમાં શાખ, સાઇટેશન્સ અને એચ-ઇન્ડેક્સને ધ્યાનમાં લે છે. એચ-ઇન્ડેક્સ સંસ્થાઓના સ્કોલર્સ દ્વારા પ્રકાશિત કાર્યોની અસરની સ્થિરતા અને ગુણવત્તા માપવાનો પ્રયાસ છે.
જેજીએલએસએ શૈક્ષણિક પ્રતિષ્ઠામાં 77.9, કંપનીઓ વચ્ચે પ્રતિષ્ઠામાં 79.3, સાઇટેશન્સમાં 60.3 અને એચ-ઇન્ડેક્સમાં 45.4 સ્કોર મેળવ્યો હતો, જે કુલ સ્કોર 72.6 તરફ દોરી ગયો છે, જેનાથી ભારતમાં નંબર 1 અને દુનિયામાં 70મી લૉ સ્કૂલ બનવામાં મદદ મળી હતી.
આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરવા પર ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક વાઇસ-ચાન્સેલર પ્રોફેસર (ડો.) સી રાજકુમારે કહ્યું હતું કે, “જેજીએલએસની ફક્ત 12 વર્ષના ગાળામાં દુનિયાની ટોચની લૉ સ્કૂલમાં 70મા સ્થાન સુધી આગેકૂચ કરવી એ અતિ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે આ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોસર કાયદાકીય અભ્યાસ પૂરો પાડવા અને અદ્યતન સંશોધન હાથ ધરવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ભારતના ઉદયને સૂચવે છે. કોવિડ-19 મહામારીના પડકારજનક સમયગાળામાં પણ જેજીયુએ એની ક્ષમતા પ્રદર્શિત કરવાની સાથે આંતરશાખીય શિક્ષણ, આંતરરાષ્ટ્રીય સ્તરની ફેકલ્ડી અને વૈશ્વિક જોડાણો મારફતે વિદ્યાર્થીઓ માટે તકો વધારવાના એના મિશનને જાળવી રાખ્યું છે. પ્રતિષ્ઠિત ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંમાં દુનિયામાં 70મું સ્થાન મેળવવા જેજીએલએસને અગ્રેસર કરનાર મુખ્ય પરિબળોમાંનું એક પરિબળ છે – ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા ગુણવત્તાયુક્ત સંશોધન. આ આનંદદાયક બાબત છ કે, વર્ષ 2020-21 દરમિયાન જેજીએલએસના ફેકલ્ટી મેમ્બર્સે 300+ શૈક્ષણિક સંશોધન પ્રકાશનો પ્રસ્તુત કર્યા હતા, જેમાંથી 280+ સ્કોપસમાં ઇન્ડેક્સ થયા છે, જે દુનિયામાં સાથી સંસ્થાઓ દ્વારા સમીક્ષા થયેલો સૌથી મોટો ડેટાબેઝ છે.”
પ્રોફેસર (ડો.) રાજકુમારે ઉમેર્યું હતું કે, “આ પ્રમાણમાં નવી લૉ સ્કૂલ માટે નાની સંખ્યા નથી. 280+ પબ્લિકેશન એ મહત્વને સૂચિત કરે છે કે, જેજીએલએસ એકલા હાથે ભારતની તમામ 23 નેશનલ લૉ યુનિવર્સિટીએ દ્વારા સંયુક્તપણે લિસ્ટેડ સ્કોપસ-ઇન્ડેક્સ પબ્લિકેશનની સંખ્યાથી બમણા છે. જેજીએલએસના ફેકલ્ટી મેમ્બર્સના સતત પ્રયાસો ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સંશોધન અને શિષ્યાવૃત્તિ સુનિશ્ચિત કરવા ભારતની નંબર વન રેન્ક લૉ સ્કૂલના સમર્પણનો પુરાવો છે.”
વર્ષ 2009માં 10 ફેકલ્ટી મેમ્બર અને 100 વિદ્યાર્થીઓથી સફર શરૂ કરનાર જેજીએલએસ અત્યારે આશરે 5,000 વિદ્યાર્થીઓ અને 500 ફેકલ્ટી મેમ્બર ધરાવે છે. આ લૉ, જ્યુરિપ્રુડન્સ અને કાયદાકીય અભ્યાસોમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, માસ્ટર્સ અને ડોક્ટરલ ડિગ્રીઓ ઓફર કરે છે. પોતાના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા જેજીએલએસએ દુનિયામાં 250થી વધારે અગ્રણી લૉ સ્કૂલ/યુનિવર્સિટીઓ સાથે જોડાણ કર્યું છે.
પ્રોફેસર (ડો.) રાજકુમારે વિશેષ માહિતી આપી હતી કે, “ભારતીય ધરતીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું કાયદાકીય શિક્ષણ થોડાં વર્ષો અગાઉ સ્વપ્ન સમાન હતું. અત્યારે આ સ્વપ્ન સાકાર થયું છે, જે માટે અમારા સ્થાપક ચાન્સેલર અને બેનેફેક્ટર શ્રી નવીન જિંદાલનું વિઝન, જેજીયુના ફેકલ્ટી મેમ્બર્સના સતત પ્રયાસો તથા અમારા વિદ્યાર્થીઓની ગંભીરતા અને સમર્પણ જવાબદાર છે.”
જેજીયુની ઉપલબ્ધિત પર ક્યુએસ ક્યુએક્વારેલી સાયમન્ડ્સના મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયાના રિજનલ ડિરેક્ટર ડો. અશ્વિન ફર્નાન્ડિઝે કહ્યું હતું કે, “આ અમારી 2022 એડિશન ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટમાં ભારતમાં 1 અને દુનિયામાં 70મું સ્થાન મેળવવું ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી માટે ગર્વ અને આનંદની વાત છે. કહેવાય છે કે – ઉંમર કોઈ અવરોધ નથી, પણ તમારા મનમાં એક મર્યાદા છે અને આ જેજીયુએ હાંસલ કરેલી ઉપલબ્ધિતમાં ઉચિત છે, જેણે ફક્ત 12 વર્ષમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. ક્યુએસએ દુનિયાભરની 1118 લૉ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું છે અને તેમાંથી 340ને રેન્ક આપ્યાં છે, જે એને દુનિયાની ટોચની લૉ સ્કૂલમાં વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન અપાવે છે. જેજીયુના તમામ લોકોને મારા અભિનંદન અને ખાસ કરીને સ્થાપક વાઇસ ચાન્સેલર પ્રોફેસર સી રાજકુમારને, જેમણે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા ઊભી કરવા સતત કામ કર્યું છે અને સ્વપ્ન સાકાર કરવા પ્રયાસો કર્યા છે.”
આ સફળતા પર જેજીલએલએસના એક્ઝિક્યુટિવ ડીન પ્રોફેસર (ડો.) એસ જી શ્રીજિતે કહ્યું હતું કે, “જેજીએલએસને દુનિયાની શ્રેષ્ઠ લૉ સ્કૂલ્સની યાદીમાં જોવી ખરેખર ગર્વ થાય એવો અનુભવ છે. આ અમારા સ્થાપકના પ્રયાસો, આંતરરાષ્ટ્રીય સ્તરના ફેકલ્ટી મેમ્બર્સના સમર્પણનું પરિણામ છે, જેમાંથી ભારતમાં દુનિયાની શ્રેષ્ઠ લૉ સ્કૂલ પૈકીની એક સ્કૂલ ઊભી થઈ છે. આ માટે જેજીએલએસને ભારત અને દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓનો સાથસહકાર પણ જવાબદાર છે, જેનાથી લૉ સ્કૂલ હવે કાયદાકીય શિક્ષણ મેળવવા માટે દુનિયાની ટોચની સંસ્થા બની ગઈ છે.”
જેજીએલએસના વૈશ્વિક રેન્કમાં વધારા પર ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના ઓફિસ ઓફ બેન્ચમાર્કિંગ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રાન્સફોર્મેશન (ઓર્બિટ)ના ડીન પ્રોફેસર આરિયા બી મજુમદારે કહ્યું હતું કે, “દુનિયાની શ્રેષ્ઠ લૉ સ્કૂલમાં 70મું સ્થાન દુનિયાભરના વિદ્યાર્થીઓ, શિક્ષાવિદો અને કંપનીઓ વચ્ચે જેજીએલએસના વધતા કદનું પ્રતિબિંબ છે. હકીકત એ છે કે, જેજીએલએસએ ભારતમાં નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે અને વૈશ્વિક મહામારીથી અતિ અસરગ્રસ્ત વર્ષમાં એના ગ્લોબલ રેન્કિંગમાં સુધારો જેજીએલએસમાં પાયાના શિક્ષણના ધારાધોરણો અને સંશોધનને બયાન કરે છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા માન્યતા અમને સામાન્ય રીતે ભારતીય ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રમાં અને ખાસ કરીને જેજીએલએસને વધારે ઉત્કૃષ્ટ બનાવવા પ્રેરિત કરશે.”
ચાલુ વર્ષના ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટમાં સ્થાન મેળવવું એ સૂચવે છે કે, જેજીએલએસએ કાયદાકીય શિક્ષણમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન અપાવ્યું છે.
આ ઉપલબ્ધિત પર જેજીયુના રજિસ્ટ્રાર પ્રોફેસર દબિરુ શ્રીધર પટનાયકે કહ્યું હતું કે, “જેજીએલએસનું દુનિયામાં ટોચ 70 લૉ સ્કૂલમાં સ્થાન જેજીયુના ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ દ્વારા ભવિષ્યના લીડર પેદા કરવાના મિશનને આગળ વધારવામાં મદદરૂપ થશે. જેજીએલએસને સમાજના વિવિધ વર્ગોમાંથી અભૂતપૂર્વ સાથસહકાર મળ્યો છે, જેણે જેજીયુની ક્ષમતા ઝડપથી વધારવા પ્રેરિત કરી છે. અત્યારે જેજીયુ 12 સ્કૂલ ધરાવે છે, જે સંયુક્તપણે સામાજિક વિજ્ઞાન અને વ્યવસ્થાપન તથા કળા અને માનવતામાં વિવિધ શાખાઓમાં 52 પ્રોગ્રામ ઓફર કરે છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલો સ્કોર સૂચવે છે કે, જેજીયુમાં જેજીએલએસ સિવાય અન્ય કેટલીક સ્કૂલે તેમની શાખાઓમાં દુનિયામાં શ્રેષ્ઠ પૈકીની એક તરીકે માન્યતા મેળવવા નોંધપાત્ર પ્રગતિ કરી છે.”