વિશ્વ જઈ રહ્યું છે ઇમરજન્સી તરફ, શ્રીલંકા, પાકિસ્તાન, રૂસ,યુક્રેન, જેવા દેશોમા ઇમરજન્સીના કપરા સમય માથી પસાર થઈ રહ્યા છે.
આજે ખોખલા દાવા કરતા અનેક દેશો ઇમરજન્સી હેઠળ ફસાઈ રહ્યા છે, માનવ સમાજ ને શ્રેષ્ઠતા તરફ લઈ જવા માટે UN, વર્લ્ડ પીસ કાઉન્સિલ, નાસા વગેરે જેવી શ્રેષ્ઠ સંસ્થા કાર્યરત છે, એમ છતા માનવ સમાજ સતત પાછળ ધકેલાઇ રહ્યો છે.
થોડાજ દિવસો પેલા શ્રીલંકા સરકાર વડે ત્યાના લોકો અને રાષ્ટ્ર પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આવા સમયે માનવ સમાજની ઉચ્ચ જીવન શૈલી માટે કામ કરતી બધી સંસ્થાઓ ક્યાં હતી ?? ભારત સરકાર દ્વારા માનવીય સહાયતા રૂપે શ્રીલંકા ને થોડું ઘણું ફંડ આપવામાં આવ્યું હતું.
એ સિવાયના બધા દેશો Russia અને Ukraine વોર પાછળ પડ્યા છે. આપડા પાડોશી દેશ પાકિસ્તાનમા પણ સરકાર દ્રારા ઇમરજન્સી જાહેર કરી શકાય છે.
સરકાર અને સત્તાના જોરે માનવ અધિકાર હણવાના માર્ગ પર જતી રાજનીતિ, માનવીય વિચારધારાને વિરુદ્ધ છે. russia vs Ukraine war પણ માનવ અધિકાર અને વિચારો વિરૃધ્ધ છે.