આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને આપ પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાના મુખ્યમંત્રી ભગવંત માન બંને ગુજરાતના મહેમાન બન્યા હતા આ દરમિયાન એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે, તેઓ આગામી સમયમાં ગુજરાતની અંદર આવી રહેલી વિધાનસભાની ચુંટણી ને ધ્યાનમાં રાખી 182 વિધાનસભાની બેઠકો માં તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારીશું.
આ સાથે મુખ્યમંત્રી નો ચહેરો કોણ રહેશે આ વાતને લઈને કહ્યું કે, આગામી સમયમાં તેને લઈને કહ્યું કે, આગામી સમયમાં આ બાબતે સર્વે કરાવવામાં આવશે. સર્વેના આધારે નિર્ણય લેવામાં આવશે. નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ આપ પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.
શિક્ષણને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિત ઘણી કથળેલી છે. આ વ્યવસ્થા ઠીક કરવાની જરૂર છે. તેમ તેમને જણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. એક કિલોમીટરના રોડ શોમાં બંને નેતાઓનું હજારો લોકોએ અભિવાદન ઝીલ્યું હતું.
રોડ શો પૂર્ણ થયા બાદ પંજાબના સી.એમ. ભદવંત માને કહ્યું, આજે પ્રેમ અને સન્માન માટે આભાર. ગુજરાતમાં પેપર ફૂટે છે. આ લીકેજ બંધ કરવી પડશે. ગુજરાતમાં બધે લીકેજ છે. તેમ કહી ભગવંત માને સરકાર પર પ્રહાર કર્યા હતા.