અમરેલી જિલ્લામાં આવતીકાલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ થશે. પણ ઓણસાલ 11 તાલુકામાંથી ચાર તાલુકામાં જ 13 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઘઉંની ખરીદી પુરવઠા નિગમના ગોડાઉન પર કરાશે.ચાલુ વર્ષે જિલ્લામાં ઘઉં કરતા ચણાનું વાવેતર વધારે છે. રૂપિયા 403ના ટેકના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ જિલ્લાના 11માંથી ધારીમાં 4, બગસરામાં 3, અમરેલીમાં 5 અને લાઠીમાં 1 મળી માત્ર 13 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.11માંથી 4 તાલુકામાં જ માત્ર 13 ખેડૂતનું રજીસ્ટ્રેશન
જિલ્લા પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું કે બગસરા અને વડીયા તાલુકાના ખેડૂતોની વડીયા ગોડાઉન ખાતે ખરીદી કરાશે.લાઠી તાલુકાની દામનગર ગોડાઉન ખાતે ખરીદી કરાશે. એક હેક્ટર દીઠ 3230 કિલ્લો ઘઉંની ખરીદી કરવામાં આવશે. આજ સાંજ સુધીમાં રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. જે બાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળશે. અને રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ કરી ખરીદી માટે બોલાવાશે પરંતુ જિલ્લાના 11માંથી ધારીમાં 4, બગસરામાં 3, અમરેલીમાં 5 અને લાઠીમાં 1 મળી માત્ર માત્ર 13 ખેડૂત હોવાથી ખરીદી એકથી બે દિવસમાં પૂર્ણ થઈ જશે.