ચેન્નાઇ સુપરકિંગ્સના ફાસ્ટ બોલર ડ્વેન બ્રાવો આઇપીએલમાં આજે ઇતિહાસ રચી શકે છે. સીએસકે અને લખનઉં સુપરજાયન્ટ વચ્ચે આઇપીએલ 2022ની સાતમી મેચ રમાશે. આ મેચમાં જો બ્રાવો એક વિકેટ લે છે તો તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. આ રંગારંગ લીગમાં હજુ સુધી તેમણે 152 મેચ રમીને 170 વિકેટ ઝડપી છે અને તે લસિથ મલિંગા સાથે ટોપ પર છે. મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ ફાસ્ટ બોલર મલિંગાએ પોતાની આઇપીએલ કરિયર દરમિયાન રમેલી 122 મેચમાં આટલી જ વિકેટ ઝડપી હતી.
આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
લસિથ મલિંગા – 170
ડ્વેન બ્રાવો- 170*
અમિત મિશ્રા – 166
પીયૂષ ચાવલા – 157
હરભજન સિંહ – 150
આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ડ્વેન બ્રાવો જ એક્ટિવ ક્રિકેટર છે, આ સિવાય ચાર ખેલાડી આઇપીએલ 2022નો ભાગ નથી.
લખનઉં સુપરજાયન્ટની વાત કરીએ તો ચેન્નાઇ સુપરકિંગ્સ સામે મુકાબલો રમશે, બન્ને ટીમ અહી પોતાની પ્રથમ મેચ હારી ચુક્યા છે. સીસકેને ઓપનિંગ મેચમાં કેકેઆરે હરાવ્યુ હતુ જ્યારે લખનઉં ગુજરાત સામે હારી ચુકી છે. આજે બન્ને ટીમની નજર પોઇન્ટ ટેબલમાં ખાતુ ખોલવા પર રહેશે.
સીએસકેની પ્લેઇંગ ઇલેવનમાં આજે મોઇન અલીની એન્ટ્રી થઇ શકે છે. વીઝા સબંધિત તકલીફોને કારણે મોઇન અલી સીએસકેની ટીમ સાથે મોડો જોડાયો હતો અને નિયમિત ક્વોરન્ટાઇનને કારણે તે કેકેઆર વિરૂદ્ધ પ્રથમ મેચ રમી શક્યો નહતો.
ચેન્નાઇ સુપરકિંગ્સની પ્લેઇંગ ઇલેવન: રુતૂરાજ ગાયકવાડ, ડેવન કોનવે, મોઇન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયૂડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, તુષાર દેશપાંડે