રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મોટી હારને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદને વધુ એક આંચકો લાગ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદને તેની પહેલી જ મેચમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિલિયમસન બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં તેની પ્રથમ મેચ રમવા માટે ઉતરી હતી અને રાજસ્થાન સામે સ્લો ઓવર રેટને કારણે કેપ્ટનને દંડ ફટકારાયો હતો. IPLએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે ‘આઈપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓથી સંબંધિત આ સિઝનમાં ટીમનો આ પહેલો ગુનો હતો, સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો
આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ કેપ્ટનને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પણ સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રોહિત શર્માને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આ દંડનો સામનો કરવો પડ્યો હતો.