ગુજરાતના અમદાવાદમાં એસ. એસ. આઇ. પીએલ ના ડીલરશીપ આઉટલેટનું ઉદ્ઘાટન

Schwing Group of companies GmbH,જર્મનીની 100 ટકા માલીકીની પેટા કંપની SCHWING Stetter Indiaની રચના વર્ષ 1998માં કરવામાં આવી હતી. અમે ભારતમાં કોંક્રિટ કન્સ્ટ્રક્શન ઉપકરણોના ઉત્પાદનમાં અગ્રેસર છીએ તથા ગ્રાહકોને વિશ્વસ્તરીય કોંક્રિટિંગ ઉપકરણો ઉપલબ્ધ કરાવીએ છીએ.

 

 

SCHWING Stetter Indiaએ ભારતીય કોંક્રિટ ઉદ્યોગમાં વિશિષ્ટ પ્રોડક્ટ્સ રજૂ કરી છે અને તે વર્ષ 1998થી ભારતીય કોંક્રિટ ઉપકરણ ઉદ્યોગનું નેતૃત્વ કરી રહ્યું છે.

 

ભારતની પ્રથમ ક્રમની કોંક્રિટ ઇક્વિપમેન્ટ કંપની Schwing Stetterએ વિશ્વની ત્રીજા ક્રમની કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ઇક્વિપમેન્ટ કંપની XCMG સાથે મળીને ભારતીય બજાર માટે વિશ્વસ્તરીય કન્સ્ટ્રક્શન, રોડ અને માઇનિંગ ઇક્વિપમેન્ટ્સ રજૂ કર્યાં છે.

 

 

 

કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની શ્રેણીના વેચાણ અને સહયોગ માટે Schwing Stetter સમગ્ર ભારતમાં ડીલર્સની નિમણૂંક કરી રહ્યું છે. ડીલર નેટવર્કના ભાગરૂપે એસએસઆઇપીએલ દ્વારા અમદાવાદમાં અગ્રણી બિઝનેસ હાઉસ મેસર્સ શ્રીનાથજી ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ્સ ગુજરાત રાજ્યના ઉત્તર અને દક્ષિણ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરવા નિમણૂંક કરાઇ છે. એસએસઆઇપીએલની 3-એસ ડીલરશીપ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આ પ્રથમ ડીલરશીપ સુવિધા છે.

 

ગુજરાત રાજ્યમાં એસએસઆઇપીએલની આ પ્રથમ ડીલરશીપ સુવિધા છે અને અદ્યતન 3-એસ ડીલરશીપ સુવિધાનું અમદાવાદમાં ઉદ્ઘાટન મેનેજિંગ ડાયરેક્ટર વી. જી. શક્તિકુમાર સાથે ડીલર પ્રિન્સિપાલ વિભોર પરિખ દ્વારા કરાયું હતું.