રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022 – 23માં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે ની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં તારીખ 30 માર્ચ થી 11 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે 30 માર્ચ થી 16 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી મંજૂર અથવા નામંજૂર કરવાની રહેશે તેમજ ખૂટતા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા માટે વાલીઓને 17 થી 19 એપ્રિલ સુધીનો સમયગાળો આપવામાં આવશે બાદમાં તારીખ ૧૭ થી ૨૧ સુધીમાં પૂર્ણ થયેલા
ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ 26 એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે શિક્ષણ એક વર્ષ 2022 23 અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આરટીઆઇ હેઠળ કુલ 1571 બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વાલીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 0285 2990457 શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઓફિસ સમય દરમ્યાન જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચન પણ આપવામાં આવશે આમ વહીવટીતંત્ર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે ની જાહેરાત કરવામાં આવી છે