સુરતના પ્રસિદ્ધ “ડેરી ડોન” હવે અમદાવાદ માં

ઉનાળો એટલે આઈસ્ક્રીમ અને થિંક શેકનો તહેવાર, આ તહેવાર ઉજવવા માટે સૌ પ્રથમ વખત અમદાવાદમાં આવી રહ્યું છે સુરતનું ડેરી ડોન. અમદાવાદના નિકોલમાં તેની સૌપ્રથમ બ્રાન્ચ ખુલી ગઈ છે. અહીંયા પાન આઇસ્કીર્મ, કોકો, પ્રીમિયમ આઈસ્ક્રીમ, શેઇકસ જેવી અનેક મોઢામાં પાણી આવે તેવી વેરાઈટી ઉપલબ્ધ છે .

ડેરિડોન અમદાવાદના ઉદ્ઘાટનમાં મેયર કિરીટભાઈ પરમાર , ધારાસભ્ય બાબુભાઇ પટેલ, નિકોલ નરોડા પટેલ સમાજ વાડીના પ્રમુખ મગનભાઈ રમાણી , કર્ણાવતી શહેર મહામંત્રી પરેશભાઈ લાખાણી, ભાજપ કર્ણાવતી મહાનગર ઉપાધ્યક્ષ અજય સિંહ ભદોરિયા, AMC ચેરમેન હેરિટેજ ઓઢવ રાજુભાઈ દવે, AMC ચેરમેન હાઉસિંગ અશ્વિનભાઈ પેથાણી, ડો જયેશ પટેલ ( ભાજપ પ્રમુખ – નિકોલ ) , નિકોલ કાઉન્સિલર દિપકભાઈ પંચાલ, બળદેવભાઈ પટેલ, વિલાસબેન દેસાઈ અને ઉષાબેન રોહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ ફ્રેન્ચાઈઝ સ્ટોરના ઓપનિંગ ઉપર ડેરી ડોનના સંસ્થાપક નિલેશ મકવાણા અને ગ્રોથ અને ટેક્નોલોજી કન્સલ્ટન્ટ વિઝનભાઈ રાવલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ આ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી અને ફ્રેઈન્ચાઈઝ ઓનર 9 Stars ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા.

ડેરિ ડોન અમદાવાદ સ્થળ : 11, ગ્રેવિટી , એમ જી રોડ , નિકોલ