પાટણ જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની હોકી ,કરાટે અને હેન્ડ બોલ સ્પર્ધા અલગ અલગ મેદાન ખાતે યોજાઈ હતી. જેમાં વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,વિભાગ ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલમહાકુંભ -2022 ની પાટણ જિલ્લા કક્ષાની હોકી બહેનોની ઉંદરા રમતગમત મેદાન ખાતે યોજાઈ હતી. જેમાં 16 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં બહેનોની સ્પર્ધામાં અં-14માં 5 ટીમ અં-17માં 6ટીમ અને ઓપન એજમાં 5 ટીમ મળી કુલ 16 ટીમો ભાગ લીધો હતો.
પાટણ જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની જીલ્લાકક્ષાની કરાટે બહેનોની સ્પર્ધા લોર્ડ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ પાટણ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં અંડર-14માં 200 સ્પર્ધકો, અંડર-17 માં 75 સ્પર્ધકો અને ઓપન એજમાં 25 સ્પર્ધકો એમ ત્રણ વયગૃપની કુલ 300 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
પાટણ જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધા સાંપ્રા પ્રાથમિક શાળા દ્વારા સાંપ્રા ગામના રમતગમત મેદાન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અંડર 14માં 5ટીમ અંડર 17માં 5 ટીમ અને ઓપન એજમાં 6 ટીમ મળી કુલ 16 ટીમો ભાગ લીધો હતો.
આ પ્રસંગે પાટણ મત વિસ્તારના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી અને તેમના દ્વારા ખેલાડીઓને રમત ક્ષેત્રે ઉંદરા ગામે રાષ્ટ્ર કક્ષા સુધી નામ રોશન કર્યું છે. તે બદલ તેમને પ્રથમ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટીમના કેપ્ટન માનસિંહભાઈ ચૌધરીને પણ બિરદાવવામાં આવ્યા હતા અને ખેલાડીઓને માર્ગદર્શન આપી અને તેમની ઉપસ્થિતિથી ખેલાડીઓમાં જુસ્સો વધાર્યો હતો અને ખેલાડીઓનો ઈંટરોડક્શન કરી સ્પર્ધાની શરુઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડીડીઓ રમેશ મેરજા રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલ, અમિતભાઈ પટેલ, જ્યારે સમાપન કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમતગમત અધિકારીની કચેરીની ટીમ બાબુભાઈ ચૌધરી, દિપલબેન રાવલ, યોગેશભાઈ આચાર્ય દ્વારા આ સ્પર્ધાને સફળતા બનાવવામાં આવી હતી.