દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂધમાંથી અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે. ડોક્ટરો પણ દૂધ પીવાની સલાહ આપતા હોય છે. જો કે આજકાલ અનેક પ્રકારના પાવડર બજારમાં મળતા હોય છે જે તમે દૂધમાં નાંખીને પી શકો છો. આ પાવડર હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. પણ જો તમે આ પાવડર બહારથી લાવવા ના ઇચ્છતા હોવ અને ઘરે જ પ્રોટીન અને હેલ્ધી પાવડર બનાવો છો તો આ રેસિપી નોંધી લો તમે પણ…
સામગ્રી
કાજુ
બદામ
ઇલાયચી
કેસર
કાળામરી
ખાંડ
જાયફળ
પિસ્તા
ચારોળી
ખારેક
બનાવવાની રીત
ઘરે મિલ્ક પાવડર બનાવવા માટે સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન લો અને એમાં આ બધા જ ડ્રાયફ્રૂટ્સ એક મિનિટ માટે શેકી લો. ખાસ ધ્યાન એ રાખો કે ડ્રાયફ્રૂટ્સ શેકતી વખતે ગેસ એકદમ ધીમી આંચ પર રાખવાનો છે. જો આ દાઝી જશે તો દૂધમાં સ્મેલ આવશે અને ટેસ્ટ પણ બગડી જશે.
આ બધી જ વસ્તુઓ શેકાઇ જાય પછી એને રૂમ ટેમ્પેરેચર પર ઠંડુ થવા દો.
બધી સામગ્રીઓ ઠંડી થઇ જાય પછી મિક્સર જારમાં ભેગું કરી લો અને સાથે ખાંડ પણ નાંખો.
હવે આ બધું જ મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લો.
પાવડર બની જાય પછી એમાં કેસર અને જાયફળ એડ કરી દો.
જો તમને આ પાવડર એકદમ ઝીણો ગમતો હોય તો તમે મિક્સરમાં ઝીણો ક્રશ કરજો નહિં તો દરદરો ક્રશ કરી લેજો.
તો તૈયાર છે મિલ્ક પાવડર.
હવે આ પાવડરને એર ટાઇટ કન્ટેનરમાં ભરી લો અને પછી ફ્રીજમાં મુકી દો.
જ્યારે તમે દૂધ ગરમ કરો ત્યારે આ પાવડર મિક્સ કરી લો અને પછી દૂધ પીવો. દૂધનો ટેસ્ટ સારો આવશે અને સાથે હેલ્થને પણ અનેક રીતે ફાયદો પહોંચાડશે.