અંગદાન કરીને સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે 25થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મદદ કરનાર લોકોનું મુખ્યમંત્રીએ સનમાન કર્યું

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત અમદાવાદ તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ માટેનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. સિમ્સ હોસ્પિટલ ગર્વથી એવા અંગ દાતાઓનું સન્માન કર્યું કે જેમણે 25 કરતાં પણ વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સિમ્સ હોસ્પિટલના ઈતિહાસમાં મેળવવામાં આવેલું અગત્યનું સીમાચિહ્ન છે.

 

આ સમારંભમાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

સિમ્સ હોસ્પિટલના- ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે “આ સિદ્ધિ મેળવવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. આ અમારા માટે માત્ર આંકડો નથી. અમે આ તમામ લોકોની જિંદગી બચાવી છે અને તેમના કુટુંબીજનોને ખુશીઓ આપી છે. અંગદાતાઓના અને તેમના પરિવારના સહકાર વિના તે શક્ય નહોતું.”

 

 

 

 

 

મરેન્ગો એશિયા હેલ્થકેરના એમડી, સીઈઓ તથા ફાઉન્ડિંગ મેમ્બર રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે “ સિમ્સ હોસ્પિટલે ગુજરાતના તબીબી જગતમાં ઈતિહાસ સર્જ્યો છે. અહીં 2016થી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની 27 સર્જરી કરીને સિમ્સ સૌથી વધુ અને સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારી દેશની બીજા ક્રમની હોસ્પિટલ બની ગઈ છે. મરેન્ગો એશિયા ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત બનાવવા માગે છે. તે ગુજરાતનાં વધુ સ્થળો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડીને સમાજમાં સારી અસર ઊભી કરવા માગે છે.”