બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેની દરેક કોઇ લાંબા સમયથી રાહ જોઇ રહ્યુ હતુ પરંતુ સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મ તે સમયે થિયેટરમાં રિલીઝ થઇ જ્યારે આખો દેશ કાશ્મીરી પંડિતો સાથે 32 વર્ષ પહેલા થયેલા અત્યાચારો વિરૂદ્ધ એકજૂટ થઇને ઉભા હતા. જ્યારે થિયેટરમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને જોવા માટે લોકો ઉમટી રહ્યા હતા. જ્યારે દરેક કોઇ અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશીની પ્રશંસા કરી રહ્યા હતા. જ્યારે અભિનેતાથી લઇને નેતા સુધી દરેક વ્યક્તિ ધ કાશ્મીર ફાઇલ્સને જોવાનો આગ્રહ કરી રહ્યા હતા.
જ્યારે દર્શકો વચ્ચે કોઇ ફિલ્મને લઇને આ રીતનો ક્રેઝ હોય, ત્યારે તેને કોઇ અન્ય ફિલ્મ જોવાની અપેક્ષા કરવી બેકાર હતી. આ કારણે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જો આવુ ના થાત તો બચ્ચન પાંડેના આંકડા ઓછામાં ઓછા 25થી 30 ટકા સારા હોત. જોકે, જે લોકોએ આ ફિલ્મને થિયેટરમાં જોઇ છે, તેમનું આ સૂચન હતુ કે આ એક ટાઇમપાસ એન્ટરટેઇનર છે પરંતુ આ વર્ડ ઓફ માઉથ ધ કાશ્મીર ફાઇલ્સની લહેર વિરૂદ્ધ દર્શકોને થિયેટર સુધી લાવવામાં નિષ્ફળ રહી છે.
બોક્સ ઓફિસ કલેક્શનને જોતા આ કહેવુ ખોટુ નહી હોય કે હવે બચ્ચન પાંડેની રમત પૂર્ણ થઇ ગઇ છે. આરઆરઆરની રિલીઝે આ ફિલ્મના સ્ક્રીન નંબર્સ ઘટાડવામાં મોટુ યોગદાન આપ્યુ છે. જેને કારણે બચ્ચન પાંડે માત્ર સાત દિવસમાં 50 કરોડ રૂપિયા સુધી જ સમેટાઇ ગઇ છે.