ધોરણ ૧૦ ના પ્રશ્નપત્રોની વિતરણ કામગીરી આજથી બે દિવસ ચાલશે; ચુસ્ત બંદોબસ્ત સાથે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પેપર પહોંચાડાશે.
આજે સાંજે ધોરણ 12 ના પ્રશ્નપત્ર ગાંધીનગરથી રાજકોટ આવી જશે અને રાજકોટ ખાતે કરણસિંહજી હાઇસ્કૂલમાં તૈયાર કરાયેલા કંટ્રોલ રૂમ ખાતે સીલ કરવામાં આવશે. આગામી તારીખ 28 માર્ચ ના સોમવારથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર ઝોનના ધોરણ-૧૦ના પ્રશ્નપત્ર રાજકોટ ખાતે આવ્યા હતા.
જ્યાં આજથી ધોરણ-10 ના પ્રશ્નપત્ર નું વિતરણ સૌરાષ્ટ્રના 11 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે.
૩ લાખ જેટલા પ્રશ્નપત્ર રાજકોટ ખાતે આવ્યા હતા આજે સવારથી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાના નેતૃત્વ હેઠળ રાજકોટના સ્ટ્રોંગ રૂમમાંથી સૌરાષ્ટ્રના અલગ અલગ 11 જિલ્લાઓમાં વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ થઈ છે જે આવતીકાલ સુધી ચાલશે.
જ્યારે ધોરણ 12 ના પ્રશ્નપત્ર લેવા માટે પાંચ ઝોનલ અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ ટીમ ધોરણ 12 ના પેપર લઈને આજે ગાંધીનગર થી રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે મોડી સાંજ સુધીમાં ધોરણ 12 ના પ્રશ્નપત્ર આવી જશે આજે રાજકોટ ખાતેની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે રૂમમાં સીલ કરવામાં આવશે