પોરબંદર શહેરમાં જિલ્લા પોલીસ અને એક્સટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિશ્વ મહિલા દિવસના અનુસંધાને બે અઠવાડિયા સુધી વિમેન્સ-ડે નિ:શુલ્ક ફિટનેશ સેલીબ્રેશનનું આયોજન કર્યું હતું. જેનો ઉદેશ્ય નાની બાળાઓ, યુવતિઓ, મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની શકે અને કોઇપણ મુશ્કેલીની ઘડીમા પોતાનું સ્વબચાવ કરી શકે તે માટે બે અઠવાડિયા સુધીનો ફિટનેશ સેલીબ્રેશનનું આયોજન કર્યું હતુ જેમાં અલગ અલગ થીમ ઉપર સેલ્ફ ડિફેન્સ સેમિનાર, એક્સેસાઇઝ અવેરનેશ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના અંતે સ્પર્ધાઓમાં વિજેતા રહેલી બાળાઓ અને મહિલાઓને જિલ્લા પોલીસ વડાના હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વ મહિલા દિવસે પોરબંદર પોલીસ અને એક્સટ્રીમ ફિટનેસ કેર દ્વારા અનોખો ફિટનેશ સેલીબ્રેશન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે અઠવાડિયા સુધી વિવિધ સ્પર્ધાઓ, સેમિનાર, મેનેજમેન્ટ, સેલ્ફ ડિફેન્સ સહિતના અલગ અલગ વિષય પર મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ બાળાઓ, યુવતિઓ અને મહિલાઓમાં ફિટનેશ અવેરનેશ તેમજ નિર્ભય બની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સેલ્ફ ડિફેન્સની ટે્રનીંગને લઇને નિર્ભય બની શકે તેવા ઉદ્ેશથી પોરબંદર પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની પ્રેરણાથી એક્સટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એક્સપર્ટ અને ન્યુટ્રીશ્યન તેમજ વિવિધ માર્શલઆર્ટમાં નિષ્ણાંત કેતન કોટિયાએ ફિટનેસ ન્યુટ્રીશ્યન અને સેલ્ફ ડિફેન્સને ધ્યાને રાખી વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ૦૦ થી પણ વધુ બહેનોએ ભાગ લીધેલો હતો. જ્યારે કરાટે, સેલ્ફ ડિફેન્સ ટે્રનીંગ અને અવેરનેશ પ્રોગ્રામ દ્વારા એક હજારથી પણ વધુ બહેનોએ ભાગ લઇ આ બે અઠવાડિયા સુધીના સેલ્ફ ડિફેન્સ તેમજ મહિલા સ્વબચાના કાર્યક્રમને સફળ બજાવ્યો હતો. પોરબંદર એસપી દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષા આપવુ એ મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ થઇ અને ફિટ રહી દરેક પરિસ્થિતીનો સામનો કરવા સક્ષમ બને તેવા ઉમદા હેતુથી આયોજન કર્યું હતું. આ બે અઠવાડિયાના કાર્યક્રમમાં યોગ સેમિનાર, વિવિધ કસરતો, ફિટનેશ અવેરનેશ માટે વિવિધ સ્પર્ધાઓ જેમાં કારડિઓ વસ્ક્યુલર સિસ્ટમ માટે ટે્રડમિલ સ્પ્રિન્ટ, મસલ્સ ઇન્ડુરન્સ માટે પ્લેન્ક, અજિલિટી અને ફલેક્સીબીલીટી માટે ટાયર ફ્લિપ વીથ બરપીસ ચેલેન્જ, સ્ટે્રન્થ ડેવલોપમેન્ટ માટે ડેડલિફ્ટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશન અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બહેનોને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા. આ કાર્યક્રમમાં આઇકોનીક વુમન ઓફ ધી યર ડો. રાજવી રાજશાખા, ગરીમા જૈન, શ્વેતાબેન રાવલ, નિર્જાબેન અગ્રવાલ, કુંજલબેન શાહ, શાંતિબેન ભૂતિયા, કાજલબેન વાઘેલા, ભાવિશાબેન લખાના, રાધીકા દવે આ મહિલાઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળતા આપવા માર્શલઆર્ટ અને ફિટનેસ એક્સપર્ટ કેતન કોટિયા, સૂરજ મસાણી, જયેશ ખેતરપાળ, મહેશ મોતિવરસ, યોગીતા લોઢારી, નિશા કોટિયા, અંજલી ગંધ્રોકીયા, વિશાલ બલેજા, આદિત્ય વાઢેર, સુનીલ ડાંકી, મયુર ગોહેલ, નિશી ગોહેલ વગેરેનું મહત્વનું યોગદાન રહેલ હતું.