આજના આ સમયમાં દરેક લોકોને મોબાઇલ વગર ચાલતુ નથી. મોબાઇલ છે તો જીવ છે એવી પરિસ્થિતિ છે. દિનપ્રતિદિન સ્માર્ટફોનમાં પણ અનેક એવા ફિચર્સ આવી રહ્યા છે જેમાં તમે સરળતાથી તમારા અઘરા કામને સરળ બનાવી શકો છો. જો કે થોડા સમય પહેલા દરેક લોકોના ફોનમાં વોટ્સએપ એપ્લિકેશન તો હોય જ. જ્યારે આ સમયમાં વોટ્સએપને પણ આ એપ્સ ટક્કર આપે છે. મોટાભાગના લોકોમાં આ એપ્સ તમને ડાઉનલોડ કરેલી જોવા મળશે. આ એપમાં ઘણાં બધા એવા ફિચર્સ એવા છે જે તમને પળે-પળે કામમાં આવે છે.
Telegram
વોટ્સએપની નવી પોલીસીની જાહેરાત થઇ છે ત્યારથી ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ખૂબ ઉછાળો આવ્યો છે. આ એપમાં તમે વોટ્સએપની જેમ વિડીયો, ડોક્યુમેન્ટસ અને બીજી ફાઇલો પણ મોકલી શકો છો. આ સિવાય પણ બીજા અનેક ફિચર્સ એવા છે જે વોટ્સએપને પણ ટક્કર આપે છે. મોટાભાગના લોકોએ પોતાના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે.
Share chat
શેર ચેટ વિશે આજના આ સમયમાં અનેક લોકો જાણતા હોય છે. આ એપ વોટ્સએપનો બેસ્ટ ઓપ્શન છે. આ એપમાં અનેક ફિચર્સ એવા છે જે તમને ખૂબ જ ગમશે. જો તમે એક વાર આ એપનો ઉપયોગ કરશો તો તમને ખૂબ જ મજા આવશે. આ એપની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં આ એપ વધુને વધુ પોપ્યુલર બનશે.
આમ, સામાન્ય રીતે જોવા જઇએ તો પ્લે સ્ટોરમાં તમને એકથી એક ચઢિયાતી એપ્સ જોવા મળશે. જેમાં તમને આગળ વધવા માટે આ એપ સિવાય પણ બીજી એપ્સનો તમે ઉપયોગ કરી શકો છો. તમારે કંઇ પણ શીખવું હોય તો તમને સરળતાથી બીજી એપ્સમાં મળી રહે છે.