IPLમાં ચાર વખત ચેમ્પિયન રહેલી ટીમ ચેન્નઇ સુપર કિંગ્સની નવી જર્સી બહાર પાડવામાં આવી છે. ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન એમ.એસ. ધોનીએ એક વીડિયોમાં, નવા લૂકની જર્સી બહાર પાડી હતી જેમાં ખભા પર કેમફ્લાઝ ડિઝાઇન, ફ્રેન્ચાઇઝીના લોગોની ઉપરના ભાગે ચાર સ્ટાર અને આગળના ભાગે TVS યૂરોગ્રીપ બ્રાન્ડિંગ જોવા મળે છે.
2021માં, ચેન્નઇ સુપરકિંગ્સે ભારતીય સશસ્ત્ર દળોને માન આપવા માટે પોતાની જર્સી પર કેમફ્લાઝ ઉમેર્યો હતો. ચાર સ્ટાર IPLમાં ટીમ દ્વારા જીતવામાં આવેલા ચાર ટાઇટલ – 2010, 2011, 2018 અને 2021 બતાવે છે. ગર્જના કરતા સિંહનો ટ્રેડમાર્ક શર્ટના ડાબા ખૂણામાં છે. નવી જર્સીમાં પણ ચેન્નઇ સુપરકિંગ્સના મુખ્ય સ્પોન્સર TVS યૂરોગ્રીપનો લોગો મૂકવામાં આવ્યો છે જે ભારતની અગ્રણી ટુ અને થ્રી વ્હીલર ટાયર ઉત્પાદક બ્રાન્ડ છે.
નવી જર્સી બહાર પાડવાના પ્રસંગે TVS શ્રીચક્ર લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્ડ એન્ડ માર્કેટિંગ) શ્રી પી. માધવને જણાવ્યું હતું કે, “આ ખૂબ જ પ્રભાવશાળી ભાગીદારી છે, જે IPL તકોમાં મળતી હોય એટલી મોટી ભાગીદારી છે. TVS યૂરોગ્રીપ સંપૂર્ણપણે હાઇ પરફોર્મન્સ, ગુણવત્તાપૂર્ણ ટાયરોનો પર્યાય છે અને એવી જ રીતે ચેન્નઇ સુપરકિંગ્સે પણ એકધારું પરફોર્મન્સ આપ્યું છે. અમને માનીએ છીએ કે મૂલ્યમાં આ તાલમેલ ચોક્કસપણે બંને પાર્ટનરોને વિજય પથ પર આગળ લઇ જશે. અમે બહુમૂલ્યવાન તબક્કામાં છીએ અને અમારી સાથે ચેમ્પિયન્સ હોવાથી, અમે અમારી બ્રાન્ડનું સંભારણું અને ભવ્યતા આગળ વધારવા માટે ધ્યાન આપી રહ્યાં છીએ આમ અમે વ્યવસાયને આગામી સ્તરે લઇ જવા માંગીએ છીએ.”
ચેન્નઇ સુપરકિંગ્સના CEO કે.એસ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, “ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ ભરોસાપાત્ર, સફળ અને વારસાગત બ્રાન્ડ: TVS યૂરોગ્રીપનો લોગો પોતાની જર્સી પર રાખવા માટે સંકલ્પબદ્ધ છે અને ગૌરવ અનુભવે છે. આપણા જવાનો પ્રત્યે આદરભાવનાના પ્રતિકરૂપે અને સૈન્ય સાથે અમારા કેપ્ટનના જોડાણને ધ્યાનમાં રાખીને, અમે ગયા વર્ષે ખભા પર કેમફ્લાઝની શરૂઆત કરી હતી. પીળા રંગમાં તે ખૂબ જ સારી રીતે લગાવવામાં આવ્યો છે. અમે હવે જર્સીના પાછળના ભાગે કોલર પર કેમફ્લાઝ ઉમેર્યો છે.”